લગ્નના આમંત્રણમાં આવેલા ફ્રેન્ચ યુગલને હિન્દુ પરંપરા એટલી ગમી કે ફરી લગ્ન કર્યા

જોધપુરમાં ફરવા આવેલા અને ફ્રાન્સમાં રહેતા એક યુગલે હિંદુ રીતિ રિવાજથી પ્રભાવિત થઈને ફરી લગ્ન કર્યા. આ માટે લગ્નના તમામ રીતિ રિવાજોનું પાલન કરવામાં આવ્યું હતું. દંપતીએ અગ્નિને સાક્ષી માનીને સાત ફેરા પણ લીધા હતા. પંડિતે વૈદિક મંત્રો સાથે પાણીગ્રહણ વિધિ પણ કરાવી હતી. કન્યાદાન ટુરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહ અને તેમના પત્ની દ્વારા કરવામાં આવ્યું હતું.

હકીકતમાં ફ્રાન્સમાં રહેતા એરિક અને ગેબ્રિયલ રાજસ્થાની ટૂરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહના સંપર્કમાં છે. દંપતીની ઉંમર 60 વર્ષની આસપાસ છે અને તેમને બાળકો પણ છે. આ કપલ ત્રણ વખત ભારતની મુલાકાતે આવી ચૂક્યું છે. કાશી વિશ્વનાથ અને અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લીધા પછી હિંદુ પરંપરાઓ વિશે તેમની જિજ્ઞાસા વધી.

દરમિયાન, ટુરિસ્ટ ગાઈડ ભુજપાલ સિંહે ફ્રેન્ચ દંપતીને તેમના સાળાના લગ્ન સમારોહમાં આમંત્રણ આપ્યું. પરંતુ લગ્ન 2 દિવસ પછી છે. આ પહેલા એરિક જોધપુર પહોંચ્યો હતો અને તેણે ફરીથી પોતાના લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી જ તેમના લગ્ન રાજપૂત સમાજની પરંપરાગત વિધિ મુજબ કરવામાં આવ્યા હતા. વિદેશી યુગલના લગ્નમાં ટુરિસ્ટ ગાઈડના પરિવારજનો જ ઘરવાળા અને જાનૈયાઓ બન્યા હતા.

શહેરની એક રેસ્ટોરન્ટમાં ફ્રેન્ચ યુગલના લગ્ન સમારોહ યોજાયા હતા. ફ્રાંસનો વર, એરિક, રાજશાહી અચકન અને માથા પર સાફો પહેરીને, ઘોડી પર સવાર થઈને કન્યાના દરવાજે પહોંચ્યો. પછી તો વરમાળાની વિધિ પણ થઈ હતી. ત્યાર બાદ પંડિત રાજેશ દવેએ વૈદિક મંત્રોચ્ચાર કરીને લગ્ન પણ કરાવ્યા હતા. આ તમામ ધાર્મિક વિધિઓની માહિતી પરણનાર ફ્રેન્ચ કપલને પણ આપવામાં આવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, રાજપૂત સમાજમાં દુલ્હન ઘૂંઘટમાં રહે છે તેથી ફ્રાન્સથી આવેલી એરિકની દુલ્હનને પણ ઘૂંઘટમાં રાખવામાં આવી હતી. મંડપમાં બેસીને તેઓને હિંદુ રીતિ-રિવાજોથી સાત ફેરા પણ ફેરવવામાં આવ્યા હતા. સાથે જ આ દરમિયાન રાજપૂત મહિલાઓએ પણ મંગળ ગીતો પણ ગાયા હતા.

ફ્રેન્ચ એરિકે કહ્યું, હું ભારતીય પરંપરાઓથી ખૂબ પ્રભાવિત છું. જ્યારે મારા મિત્ર ભુજપાલ સિંહ (ટૂરિસ્ટ ગાઈડ)એ મને લગ્નમાં આમંત્રણ આપ્યું, ત્યારે મેં વિચાર્યું કે શા માટે ભારતીય પરંપરા મુજબ ગેબ્રિયલ સાથે લગ્ન ન કરીએ. જેથી અમારા બંનેનો પ્રેમ સાત જન્મો સુધી જળવાઈ રહે, એટલા માટે અમે હિંદુ રીતિ-રિવાજ મુજબ ફરી લગ્ન કર્યા છે.

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.