પ્રેમિકાએ મંડપમાં પહોંચી વરરાજા પર એસિડ ફેંક્યું, જાણો શું હતો મામલો

ગયા અઠવાડિયે છત્તીસગઢના બસ્તર જિલ્લામાં લગ્ન મંડપમાં બેઠેલા વર-કન્યા પર એસિડ એટેક બીજા કોઈએ નહીં પણ વરરાજાની પૂર્વ પ્રેમિકાએ કર્યો હતો. વરરાજાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ તેની બેવફાઈથી ગુસ્સે હતી. જે બાદ તેણે આ ખતરનાક ઘટનાને અંજામ આપ્યો હતો. પૂર્વ પ્રેમિકાના એસિડ હુમલામાં 10 લોકો દાઝી ગયા હતા. બસ્તર પોલીસે હવે તેની 23 વર્ષની પૂર્વ પ્રેમિકાની ધરપકડ કરી છે.

આ ઘટના 19 એપ્રિલે બની હતી, જ્યારે વરરાજા ડમરુધર બઘેલ (25) બસ્તરના નાના અમાબલ ગામમાં 19 વર્ષની છોકરી સાથે લગ્ન કરી રહ્યો હતો. દરમિયાન વરરાજાની પૂર્વ પ્રેમિકાએ એસિડ વડે હુમલો કર્યો હતો. એસિડ એટેકમાં લગ્નમાં સામેલ વરરાજા, કન્યા અને 10 જાનૈયાઓ સાધારણ રીતે દાઝી ગયા હતા. પોલીસે, ગામમાં લગાવેલા 12 CCTV કેમેરાના ફૂટેજની તપાસ કર્યા પછી, મહિલાને પકડવામાં સફળ રહી, જેણે હુમલા દરમિયાન પોતાની ઓળખ છુપાવવા માટે એક પુરુષનો વેશ ધારણ કર્યો હતો.

આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું કે, તે છેલ્લા ઘણા સમયથી ડમરુધર બઘેલ સાથે પ્રેમમાં હતી અને તેણે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જો કે, જ્યારે તેણે બીજી છોકરી સાથે લગ્ન કરવા લાગ્યો ત્યારે તેને આ વાત ગમી ન હતી. આ પછી તેણે આ પગલું ભર્યું. આ મામલો જિલ્લાના ભાનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

મળતી માહિતી મુજબ, સાત વર્ષ પહેલા કાંવડ ગામની રહેવાસી આરોપી યુવતીની મુલાકાત સુધાપાલના રહેવાસી ડમરુ બઘેલ સાથે થઈ હતી. બંને વચ્ચે મુલાકાત ચાલુ રહી. આ દરમિયાન બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. દરમિયાન ડમરુ બઘેલે બીજી છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. જેની ગર્લફ્રેન્ડને જાણ નહોતી.

જોકે, આ દરમિયાન જ્યારે યુવતીને તેના લગ્નની ખબર પડી ત્યારે તેણે ડમરુને ફોન કરીને લગ્ન વિશે પૂછ્યું હતું. પરંતુ, ડમરુએ લગ્નની વાતને નકારી કાઢી હતી. જે બાદ પ્રેમિકાએ યુવકને અનેકવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેણે કોલ ઉપાડવાનું બંધ કરી દીધું. પછી TV પર 'ક્રાઈમ પેટ્રોલ' જોતી વખતે તેને ડમરુધર પર એસિડ વડે હુમલો કરીને બદલો લેવાનો વિચાર આવ્યો.

ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને કોઈક રીતે ખબર પડી કે ડમરુ લગ્ન કરી રહ્યો છે. મંડપને શણગારવામાં આવ્યો છે. લગ્ન માટે વરરાજા જાન લઈને પહોંચી ગયો છે. ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પણ 19 એપ્રિલની સાંજે લગ્ન સમારંભમાં પહોંચી હતી. તે રાત્રે વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેનો ફાયદો ઉઠાવીને પ્રેમિકાએ એસિડ એટેક કર્યો હતો. જે બાદ રવિવારે યુવતીની ધરપકડ કરવામાં આવી છે.

બસ્તરના અધિક પોલીસ અધિક્ષક નિવેદિતા પાલે જણાવ્યું હતું કે, તેણીએ મરચાંના ખેતરમાંથી એસિડ ચોર્યો હતો, જ્યાં તે કામ કરે છે, જેનો ઉપયોગ ખેતરમાં ડ્રિપ સિસ્ટમ સાફ કરવા માટે થાય છે. પોલે જણાવ્યું કે, જિલ્લાના 10 થી વધુ SHO સહિત પોલીસ અધિકારીઓ આરોપી મહિલાને પકડવામાં રોકાયેલા હતા. નિવેદિતાએ જણાવ્યું કે, ભાનપુરી તરફ જતા માર્ગ પર લગાવવામાં આવેલા 12 થી વધુ CCTV ફૂટેજની શોધ કરવામાં આવી હતી.સોનારપાલ, બલેંગા, મુંડાગાંવ, બસ્તર સહીત અન્ય ગામોમાં આરોપીની શોધ કરવામાં આવી રહી હતી. ત્યારે બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે, ડમરૂને વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. તેમણે કહ્યું કે, તપાસમાં મહિલાની સંડોવણી બહાર આવી છે, જે વરરાજાની પૂર્વ પ્રેમિકા હતી, જેના પગલે તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. પૂછપરછમાં યુવતીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.