આ શ્વાન નસીબદાર છે, 5 સ્ટાર હોટલમાં Chief Happiness Officerની નોકરી, તગડો પગાર

મોટા ભાગના શ્વાન રસ્તા પર રખડતા અને આમ તેમ અટવાતા જીવન પુરુ કરતા હોય છે, પરંતુ કેટલાંક એવા પણ ડોગ હોય છે, જેમનું નસીબ એટલું સારું હોય છે કે તેમને આલિશાન બંગલા કે આલિશાન હોટલમાં રહેવાનું મળે છે. સોશિયલ મીડિયા પર એક આવા જ નસીબદાર શ્વાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે એક 5 સ્ટાર હોટલનો સત્તાવાર કર્મચારી છે અને અન્ય કર્મચારીની જેમ તેના માટે પણ ID કાર્ડ બનેલો છે. હોટલમાં આવેલા મહેનાનો આ શ્વાનને ફરવા માટે પણ લઇ જાય છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો બેંગ્લોરનો જણાવવામાં આવી રહ્યો છે, જેમાં આ સુંદર નાનો ડોગી 5 સ્ટાર હોટલ માં કામ કરતો જોવા મળે છે. જ્યાં તેને અન્ય કર્મચારીઓની જેમ સારો પગાર પણ મળે છે. પગારના રૂપમાં તેને દરેકનો ઘણો પ્રેમ મળે છે. વાસ્તવમાં, વીડિયોમાં દેખાતા આ સુંદર કૂતરા પાસે ન તો છત હતી કે ન તો જગ્યા, જેને બેંગ્લોરની એક ફાઈવ સ્ટાર હોટેલે આશ્રય આપ્યો હતો. આ સાથે, તેણે તેને એક સુંદર નામ પણ આપ્યું, 'બર્ની ધ લલિત અશોક'.

વીડિયોમાં બર્ની લલિત અશોકના ગળામાં એક ID કાર્ડ જોવા મળે છે.  હોટેલે બર્ની ડી લલિત અશોકને ચીફ હેપીનેસ ઓફિસરનું પદ આપ્યું છે. અન્ય કર્મચારીઓની જેમ તે હવે લોબી મીટિંગમાં હાજરી આપે છે, પેટની માલિશની માંગ કરે છે અને બધા CUTE કામ કરે છે.

હોટેલના જનરલ મેનેજરના જણાવ્યા મુજબ, દરેક વ્યક્તિ બર્ની લલિત અશોકને પગાર તરીકે સ્વીકારે છે અને પ્રેમ કરે છે.

આ ડોગી બર્ની ધ લલિત અશોક મહેમાનો અને સ્ટાફને હસાવવાનું કામ કરે છે. આ સાથે, હોટલમાં રોકાયેલા લોકો તેની સાથે ફરવા, જમવાનું અને હેંગ આઉટ કરવાનું પસંદ કરી શકે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર thelalitbangalore નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 1 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પર યુઝર્સ વીડિયો જોયા બાદ એકથી વધુ રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ જોવાઈ રહ્યો છે અને શેર પણ થઈ રહ્યો છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.