ટામેટા 200 રૂપિયા કિલોને પાર, ભાવ સાંભળી લોકો થયા લાલ!

પાછલા બે મહિનાથી ટામેટાના ભાવે આખા દેશમાં લોકોને લાલ કર્યા છે. હજુ પણ ટામેટાની કિંમતમાં ઘટાડાના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. ટામેટાની વધતી કિંમતોએ લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે. ભાવ ઓછો થવાની જગ્યાએ દિવસેને દિવસે વધી રહ્યો છે. રિટેલ માર્કેટમાં ટામેટાની કિંમત 200થી 250 રૂપિયા પ્રતિ કિલો સુધી તો દિલ્હીના જથ્થાબંધ બજારમાં 5000 રૂપિયા પ્રતિ કેરેટ ભાવ થઇ ગયો છે.

પૂર અને વરસાદને કારણે મંડીઓમાં ટામેટાની સપ્લાઈમાં આવી રહેલી મુશ્કેલીઓને કારણે કિંમતોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ઓછા જથ્થામાં ટામેટા પહોંચવાને કારણે જથ્થાબંધ બજારની સાથે સાથે છૂટક બજારોમાં ટામેટાની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. અઠવાડિયા પહેલા ટામેટા 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઇ રહ્યા હતા. જે હવે 200 રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે. દિલ્હી-NCR ઉપરાંત તમિલનાડુમાં ટામેટાનો જથ્થાબંધ ભાવ 200 રૂપિયા કિલોને પાર પહોંચી ચૂક્યો છે.

ટામેટાની કિંમત ઓલ-ટાઈમ હાઈ

ઉત્તરાખંડના જથ્થાબંધ માર્કેટમાં ટામેટાની કિંમત 4100 રૂપિયા પ્રતિ કેરેટ(25 કિલો) પર પહોંચી ગઇ છે. આ કિંમતમાં ટ્રાન્સપોર્ટેશન, પ્રોફિટ માર્જિન વગેરે જોડી લેવામાં આવે તો દિલ્હીના બજારમાં તેનો ભાવ 5000 રૂપિયા પ્રતિ કેરેટ પહોંચી ગયો છે. આ સીઝનમાં ટામેટાની કિંમત 1200-1400 રૂપિયા પ્રતિ કેરેટ રહે છે, જે વધીને 5000 રૂપિયા પર પહોંચી ગઈ છે. ટામેટાએ પાછલા બધા રેકોર્ડ તોડી લોકોના ખિસ્સા પર બોજો વધારી દીધો છે.

વેપારીઓનું કહેવું છે કે, ટામેટાની કિંમત ઓછી થશે એવા કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. આવતા અઠવાડિયા સુધીમાં ટામેટાની કિંમત 250 રૂપિયાને પાર જઇ શકે છે. કોયમ્બેડુ હોલસેલ માર્કેટ એસોસિએશનના સચિવ પી સુકુમારન અનુસાર, એવું પહેલીવાર થયું છે કે જ્યારે ટામેટાની કિંમત 200 રૂપિયાને પાર થઇ છે. વેપારીઓને આશા હતી કે ટામેટાની કિંમત 20 જુલાઈ પછી ઓછી થશે પણ વરસાદ અને પૂરને લીધે પાક ખરાબ થઇ ગયો છે.

વેપારીઓના મતે ટામેટાની કિંમતમાં ઘટાડો થવામાં હજુ બે-ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. NCCF શહેરોમાં ઓછી કિંમતે ટામેટા વેચી રહ્યા છે પણ તેની કિંમતો પર કોઈ અસર જોવા મળી રહી નથી. ટામેટાની સાથે અન્ય શાકભાજીઓની કિંમતો પણ વધી રહી છે. કોઈપણ શાકભાજી 60-70 રૂપિયે કિલોથી નીચે વેચાઇ રહ્યા નથી.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.