- National
- જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં AAP MLA એવું બોલ્યા કે MLA મારામારી સુધી પહોંચી ગયા
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં AAP MLA એવું બોલ્યા કે MLA મારામારી સુધી પહોંચી ગયા

જમ્મુ અને કાશ્મીરમાં આમ આદમી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય મેહરાજ મલિક પર BJPના ધારાસભ્યોએ કથિત રીતે હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ ઘટના 5 એપ્રિલના રોજ વિધાનસભા પરિસરની અંદર બની હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ડોડાના AAP ધારાસભ્ય મેહરાજ મલિકે કથિત રીતે હિન્દુઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી BJPના નેતાઓએ તેમના પર હુમલો કર્યો.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર, મેહરાજ મલિકે કહ્યું હતું કે, 'જ્યારે પણ કોઈ મુસ્લિમ કંઈક કરે છે, ત્યારે BJP હંગામો મચાવી દે છે. પરંતુ તેમને હિન્દુઓના નશાની કોઈ પરવા નથી. તેમને પૂછો, શું તેઓ દારૂની દુકાનો બંધ કરશે? તેઓ નહીં કરે, કારણ કે હિન્દુઓ તહેવારો અને લગ્ન દરમિયાન દારૂ પીવે છે. તેઓ દારૂના વ્યસની છે, પરંતુ BJP આ વ્યસનને સમાપ્ત કરવા માંગતી નથી. એક રાજકારણીનો કોઈ ધર્મ ન હોવો જોઈએ.'

આ નિવેદન પછી BJPના નેતાઓ ગુસ્સે ભરાયા અને તેમણે મલિકને વિધાનસભાની બહાર ઘેરી લીધા અને તેમના પર હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં, BJP નેતા મેહરાજ મલિકને ધક્કો મારતા જોવા મળે છે.
https://twitter.com/ANI/status/1909837266748342415
BJPના ધારાસભ્ય વિક્રમ રંધાવાએ મેહરાજ મલિક પર હિન્દુઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે મલિક સામે કડક કાર્યવાહીની માંગ કરી. ત્યાં સુધી કે તેમના પર જાહેર સલામતી કાયદો (PSA) લગાવવાની પણ ચર્ચા થઈ હતી.

મીડિયા સાથે વાત કરતા રંધાવાએ કહ્યું, 'તેણે હિન્દુઓને ગાળો આપી છે... અમે આ સહન નહીં કરીએ... તેણે કહ્યું કે 'તિલક લગાવ્યા પછી હિન્દુઓ બળાત્કાર કરે છે'... અમે તેમને આનો જવાબ આપીશું.'
https://twitter.com/ANI/status/1909846028104483289
બીજા એક વીડિયોમાં, વિક્રમ રંધાવાએ કહ્યું, 'આપણું દુર્ભાગ્ય છે કે આવા ખરાબ વિચાર ધરાવતા લોકો ધારાસભ્ય બની ગયા છે. તેઓ ગમે તે સમુદાયના હોય, તેઓ જે કંઈ કહે છે તે BJP અને હિન્દુઓ વિરુદ્ધ છે. તેમની સામે ઘણા કેસ નોંધાયેલા છે... તેમનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ અને અમે સ્પીકરને માંગ કરીશું કે તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવે. તેઓ દરરોજ વાહિયાત વાતો કરતા હોય છે.'

બીજી એક વાંધાજનક ટિપ્પણીમાં રંધાવાએ કહ્યું, 'એક સામાન્ય ધારાસભ્યને લાગે છે કે તે હિન્દુઓ સાથે દુર્વ્યવહાર કરી શકે છે? આજે અમે તેમને પાઠ ભણાવીશું.'
https://twitter.com/ANI/status/1909840168258855207
આ દરમિયાન, મેહરાજ મલિક વિધાનસભાની અંદર એક ટેબલ પર ઉભા રહ્યા અને BJPના કાર્યકરો પર તેમના પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, BJP દ્વારા તેમના પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો.

વિધાનસભામાં હોબાળો ત્યારે વધુ વધી ગયો જ્યારે PDP કાર્યકરો અને મેહરાજ મલિક વચ્ચે ઘર્ષણ થયું. ભૂતપૂર્વ CM મુફ્તી મોહમ્મદ સઈદ વિરુદ્ધ મલિકની અગાઉની ટિપ્પણીને કારણે આ અથડામણ થઈ હતી. આ કારણે ગૃહને ત્રણ કલાક માટે કાર્યવાહી સ્થગિત કરવી પડી.
આ સમગ્ર વિવાદ વકફ કાયદા પર ચર્ચા ન થવા દેવાના સરકારના નિર્ણયને કારણે ઉભો થયો હતો. BJPના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા પ્રદર્શન કર્યા અને સરકાર પર બેરોજગારી અને દૈનિક વેતન મેળવનારાઓને નિયમિત કરવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
Opinion
