NCPમાં તો બે ફાડચા પડ્યા જ પણ અજિત પવારની એન્ટ્રીથી શિંદે ગ્રુપમાં પણ ભાગલા

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવનાર શિવસેના ( શિંદે)ને હજુ 30 જૂને એક વર્ષ પુરુ થયું હતું અને ઉદ્ધવ સાથે છેડો ફાડીને આવેલા ઘણા બધા નેતાઓ મંત્રી બનવાના સપના જોતા હતા,પરંતુ NCPના અજિત પવાર સહિત 8 મંત્રીઓને શિંદે સરકારમાં સામેલ થવાને કારણે તેમના સપના ચકનાચૂર થઇ જતા દેખાઇ રહ્યા છે, એટલે શિંદે ગ્રુપમાં પણ ભારે નારાજગી વ્યાપી ગઇ છે. અજિત પવારની એન્ટ્રીને કારણે NCPમાં તો બે ભાગલા પડી જ ગયા છે, પરંતુ હવે શિંદે ગ્રુપમાં પણ બે ભાગલા પડી રહ્યા છે.

NCP નેતા અજિત પવાર તેમના કાકા શરદ પવાર સામે બળવો કરીને એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા. તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM તરીકે શપથ લીધા. તેમની સાથે NCPના 8 ધારાસભ્યોએ પણ શિંદે સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. NCPના બળવાખોર નેતાઓ મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ એકનાથ શિંદે જૂથમાં બેચેની અને નારાજગી જોવા મળી રહી છે. શિવસેના (શિંદે જૂથ)ના નેતા સંજય શિરસાટે કહ્યું કે અમે હંમેશા NCP અને શરદ પવારની વિરુદ્ધ જ રહ્યા છે.તેમણે કહ્યું કે NCP નેતાઓ સાથે આવ્યા બાદ અમારા નેતાઓ નારાજ છે. કારણ કે NCPમાં જોડાયા પછી અમારા કેટલાક નેતાઓને ઈચ્છિત પદ નહીં મળી શકે.

સંજય શિરસાટે કહ્યું કે, જ્યારે પણ રાજનીતિમાં અમારા હરીફ અમારી સાથે જોડાવા માંગે છે, ત્યારે અમારે તેમને સામેલ કરવા પડે છે અને ભાજપે તે જ કર્યું છે. પરંતુ  NCPના નેતાઓ સાથે આવ્યા બાદ અમારા નેતાઓ નારાજ છે. કારણ કે અમારા કેટલાક નેતાઓને ઈચ્છિત હોદ્દો નહીં મળે. NCP અમારી સાથે જોડાવાથી અમારા તમામ નેતાઓ ખુશ છે તે સાચું નથી. અમે આ અંગે CM અને ડેપ્યુટી CMને પણ જાણ કરી છે અને તેઓએ આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.

સંજય શિરસાટે કહ્યું કે, અમે હંમેશા NCP અને શરદ પવારની વિરુદ્ધ છીએ. શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને પ્યાદુ બનાવીને સરકાર ચલાવી.મહારાષ્ટ્રના CM હોવા છતાં તેઓ અમારા નહોતા. અમારો વિરોધ વાજબી છે. અગાઉ પણ અમે ઉદ્ધવ ઠાકરેને NCP પાર્ટી છોડવાનું કહેતા હતા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે આ મુદ્દાનો ઉકેલ લાવશે.

આ પહેલા સોમવારે પણ શિંદે જૂથના તમામ મંત્રીઓ CM શિંદેને થાણેમાં તેમના ખાનગી નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન કેબિનેટ મંત્રીઓ સાથે ઉદય સામંત, ગુલાબરાવ પાટીલ, શંભુરાજ દેસાઈ, શિંદે જૂથના નેતાઓ દાદા ભુસે, સંદીપન ભુમરે હાજર હતા. અજિત પવાર અને તેમના વફાદારોને સરકારમાં સામેલ કરવાના નિર્ણય પર પણ બધાએ નારાજગી વ્યક્ત કરી હતી.

શિંદે કેમ્પમાં બેચીનીનું કારણ પાયાવિહોણું નથી. હકીકતમાં, શિંદે-ફડણવીસ સરકારે 30 જૂને જ એક વર્ષ પૂરુ કર્યું હતું, પરંતુ હજુ પણ રાજ્યમાં 23 કેબિનેટ ખાલી છે. અજિત પવારના બળવા અને NDAમાં તેમના પ્રવેશનો એપિસોડ સામે આવ્યો, અન્યથા મહારાષ્ટ્ર સરકાર જુલાઈમાં કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહી છે તે લગભગ નિશ્ચિત હતું. એવા સમાચાર સામે આવ્યા છે દેખીતી રીતે, જો કેબિનેટ વિસ્તરણ માત્ર ભાજપ-શિવસેના વચ્ચે થયું હોત, તો શિંદે જૂથના નેતાઓ અને ધારાસભ્યોને ખાતા મળી ગયા હોત. પરંતુ, જ્યારે અજિત પવારે NDAમાં એન્ટ્રી લીધી ત્યારે તેમની સાથે 8 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આવી સ્થિતિમાં આ મંત્રી પદો ભાજપ-શિવસેનાના ક્વોટામાંથી કાપવામાં આવશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.