શું હોય છે યલો બુક, જેના નિયમ ફોલો ન કરવાને કારણે ચર્ચામાં છે રાહુલ ગાંધી

લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને એક નવો મામલો સામે આવ્યો છે. તેમની VVIP સુરક્ષા સંભાળતી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખીને યલો બુક પ્રોટોકોલતોડવાની ફરિયાદ કરી છે. તેનાથી સુરક્ષાને લઈને જોખમ વધી જાય છે. એવામાં, ચાલો જાણીએ કે આ યલો બુકશું છે.

rahul gandhi
theweek.in

ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન સિવાય, અન્ય કોઈપણ રાજનીતિક વ્યક્તિત્વ માટે સુરક્ષા વ્યવસ્થા એક નિર્ધારિત ધોરણ અને દિશા-નિર્દેશના આધારે નક્કી કરવામાં આવે છે. ગૃહ મંત્રાલય દ્વારા મોટી હસ્તીઓની સુરક્ષાને લઇને બનાવવામાં આવેલી ગાઈડલાઇન્સ અને પ્રોટોકોલની વિગતો એક પુસ્તિકામાં આપવામાં આવી છે. આજ દિશા-નિર્દેશ પુસ્તિકાને ‘યલો બુક’ કહેવામાં આવે છે. આ યલો બુકમાં સુરક્ષા વ્યવસ્થાના વિવિધ સ્તરને લઈને અલગ-અલગ પ્રોટોકોલ આપવામાં આવ્યા છે, જેનું સુરક્ષા મેળવનારા લોકોએ પાલન કરવું પડે છે.

rahul gandhi
theprint.in

આ યલો બુક પ્રોટોકોલ હેઠળ, VVIPએ સુરક્ષા કર્મચારીઓને તેમની બધી ગતિવિધિઓ બાબતે માહિતી આપવાની હોય છે. જેથી, તે મુજબ જોખમને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષા વ્યવસ્થા નક્કી કરી શકાય.  યલો બુકમાં આપેલા દિશા-નિર્દેશ મુજબ, આતંકવાદીઓ, ઉગ્રવાદીઓ, કટ્ટરપંથી સંગઠનો અને સંગઠિત ગુનાહિત ગેંગ તરફથી ઉદ્ભવતા જોખમની શક્યતાનું સાવધાનીપૂર્વક મૂલ્યાંકન કર્યા બાદ વિવિધ સ્તર પર અલગ-અલગ વ્યક્તિઓ માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. કારણ કે અલગ-અલગ વ્યક્તિઓ માટે જોખમની ગંભીરતા અલગ-અલગ હોય છે, જે ગતિવિધિઓની પ્રકૃતિ, પરિસ્થિતિ અને આતંકવાદીઓના સંભવિત ફાયદા વગેરે જેવા પરિબળો પર આધાર રાખે છે. આ જ કારણ છે કે તેમને જોખમની ગંભીરતાના આધારે Z+, Z, Y અને X જેવા સુરક્ષા કવચ પૂરા પાડવામાં આવે છે.

યલો બુકમાં કોઈ વ્યક્તિ માટે સુરક્ષાની વ્યવસ્થા અને તેમને સુરક્ષિત રાખવા માટે બનાવેલા તમામ પ્રોટોકલનું વિવરણ હોય છે. આ પ્રોટોકોલનું પાલન સુરક્ષા દળો અને સુરક્ષા મેળવનાર વ્યક્તિ બંનેએ કરવાનું હોય છે.

About The Author

Related Posts

Top News

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

90ના દાયકામાં જ્યારે સુપરસ્ટાર ચિરંજીવી એક ફિલ્મ માટે ₹1 કરોડની ફી લેનારા પ્રથમ ભારતીય અભિનેતા બન્યા, ત્યારથી જ...
Entertainment 
આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.