- National
- ઈન્ડિગોના સંકટ માટે કોણ જવાબદાર?
ઈન્ડિગોના સંકટ માટે કોણ જવાબદાર?
ઇન્ડિગો સંકટ લગભગ છેલ્લાં 6 દિવસથી ચાલી રહ્યું છે અને મુસાફરો દરેક એરપોર્ટ પર અટવાઇ રહ્યા છે અને ભારે હોબાળો મચી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે ઇન્ડિગોના આ સંકટ માટે કોણ જવાબદાર? ઇન્ડિગોની મોનોપોલી કે સરકારની પોલીસી?
એવિએશન નિષ્ણાતોનું કહેવું છે કે, ઇન્ડિગોની મોનોપોલી અને સરકારની પોલીસી બંને જવાબદાર છે. 2013માં ઇન્ડિગોનો એવિએશન માર્કેટમાં હિસ્સો 32 ટકા હતો જ્યારે આજે 65 ટકા હિસ્સો છે. જ્યારે 65 ટકા હિસ્સો ધરાવતી એરલાઇન્સને મુશ્કેલી પડતી હોય તેની એવિએશન માર્કેટ પર અસર પડવાની છે.DGCAએ જે નિયમો બદલ્યા તેના માટે પુરતો ટાઇમ આપ્યો હતો જતા ઇન્ડિગો મેનેજ ન કરી શકી.
સરકારની પોલીસી એવી રહી છે જેને કારણે મોટી મોટી એરલાઇન્સ બંધ થઇ ગઇ. સ્પાઇસ જેટ ડચકાં ખાઇ રહી છે. સરકાર એટલા બધા ટેક્સ નાખે છે કે કોઇ નવા ઓપરેટર્સનું ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી. સરકારે જ મોનોપાલી માટે ઇન્ડિગોને ખુલ્લું મેદાન પુરી પાડી દીધું હતું.

