‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર આપવાને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ચૂંટણી સુધારણાની આડમાં આખરે અન્ય ધર્મના લોકોને મતદાર યાદીમાંથી બહાર કરીને મતદાન કરવામાં આવશે. આ સિવાય તેમણે શું કહ્યું ચાલો જાણીએ.

uddhav-thackeray1
deccanherald.com

 

શિવસેનાના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપ ઇચ્છે છે કે દેશમાં માત્ર એક જ પાર્ટી રહે અને 'એક પાર્ટી એક ચૂંટણી' તેમનું અંતિમ લક્ષ્ય છે. સંપાદકીયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, જે પ્રકારે અમેરિકન રાષ્ટ્રપતિ લેટિન અમેરિકનો, અશ્વેત અમેરિકનો અને પ્રવાસીઓને મતદાન કરતા રોકવા માગે છે, એજ જ રીતે ભારતમાં અન્ય ધર્મના લોકોને મતદાર યાદીમાંથી બહાર કરીને મતદાન કરવામાં આવશે અને તેને ચૂંટણી સુધારણાનું નામ આપી દેવામાં આવશે.

સંપાદકીયમાં મંગળવારે ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા કાર્યકારી આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં સંઘીય ચૂંટણીમાં મતદાન માટે રજિસ્ટ્રેશન હેતું નાગરિકતા સંબંધિત દસ્તાવેજી પ્રમાણને આવશ્યક બનાવવામાં આવ્યા છે અને પ્રાવધાન કરવામાં આવ્યું છે કે ચૂંટણીના દિવસ સુધીમાં બધા મતપત્રો પ્રાપ્ત થઇ જાય. શિવસેના (UBT)એ ​​કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને અમેરિકા સૌથી મજબૂત લોકતંત્ર છે. જો કે, એ સ્પષ્ટ છે કે લોકતંત્રના મૂળ ખૂબ નબળા છે.

uddhav-thackeray
uddhav thackeray

 

આ સિવાય શિવસેના (UBT)એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં પર વિશ્વાસ કરતા નથી. સંપાદકીયમાં ટ્રમ્પને વ્હાઇટ મોદી કરાર આપતા કહ્યું કે, આ પગલું ડેમોક્રેટિક પાર્ટીની 'વોટ બેંક' માટે મોટો ઝટકો છે કેમ કે તેનાથી લેટિન અમેરિકનો, અશ્વેત અમેરિકનો અને પ્રવાસીઓને મતદાર યાદીમાંથી બહાર કરી દેવામાં આવશે.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.