નેશનલ હેરાલ્ડને લઈને સરદાર પટેલ કેમ હતા ચિંતિત? ભાજપે કર્યો મોટો દાવો; કોંગ્રેસની નિયત પર ઉઠાવ્યા સવાલ

નેશનલ હેરાલ્ડ કેસમાં ચાલી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીને રાજનીતિક બદલો ગણાવી રહેલી કોંગ્રેસ પર પલટવાર કરતા ભાજપે ગંભીર આરોપો લગાવ્યા છે. વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદીએ કાયદાકીય બિન્દુઓને પોતાના પલટવારમાં સામેલ કરવા સાથે, સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્ર ભાનુ ગુપ્તા જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના લેખિત સંદર્ભોના સહારે દાવો કર્યો છે કે નેશનલ હેરાલ્ડને લઈને ગાંધી-નેહરુ પરિવારની નિયત પર વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓને પણ શંકા હતી.

તો, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજનીતિ પર કટાક્ષ કર્યો, જેમણે દેશને લૂંટ્યો છે તેમણે તે પાછું આપવું જ પડશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રવિશંકર પ્રસાદે સવાલ ઉઠાવ્યો કે, નેશનલ હેરાલ્ડ કેસમાં કાયદો પોતાનું કામ કરી રહ્યો છે, તો કોંગ્રેસ શા માટે ધરણા પ્રદર્શન કરી રહી છે? જ્યારે છેલ્લા 4 વર્ષથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ મામલે સંતોષકારક જવાબ આપી શક્યા નથી. કેસના ટેક્નિકલ પાસાઓ પર પ્રકાશ પાડતા, સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે, વર્ષ 2008માં નેશનલ હેરાલ્ડનું પ્રકાશન બંધ થઈ ગયું હતું, કારણ કે તેના સંચાલકો અખબાર ચલાવી ન શક્યા. ત્યારબાદ કોંગ્રેસે નેશનલ હેરાલ્ડને લોનના રૂપમાં 90 કરોડ રૂપિયા આપ્યા. આ રકમ એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL)ને આપવામાં આવી હતી, જે તેનું પ્રકાશન કરતું હતું. જ્યારે લોન ન ચૂકવી શકાય, તો એક કોર્પોરેટ ષડયંત્ર રચવામાં આવ્યું, જેથી AJLની સમગ્ર સંપત્તિ તેમના નિયંત્રણમાં આવી જાય. તેના માટે યંગ ઇન્ડિયા નામની કંપની બનાવવામાં આવી. જેમાં સોનિયા ગાંધી પાસે 38 ટકા અને રાહુલ ગાંધી પાસે 38 ટકા શેર હતા. 50 લાખ રૂપિયામાં 90 કરોડ રૂપિયાની લોન માફ કરીને, હજારો કરોડ રૂપિયાની સંપત્તિ પર માલિકી હક પ્રાપ્ત કરી લીધો.

ravishankar-prasad1
newsx.com

 

સરદાર પટેલની નારાજગીનો સંદર્ભ

રવિશંકર પ્રસાદે સરદાર પટેલે દ્વારા પંડિત જવાહરલાલ નેહરુને લખવામાં આવેલા પત્રનો સંદર્ભ આપીને આરોપ લગાવ્યો હતો કે પટેલે કહ્યું હતું કે, લોકો પાસે ફંડ લેવામાં આવી રહ્યું છે, આ રીત સારી નથી અને ચિંતાનો વિષય છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્ર ભાનુ ગુપ્તાએ આ અખબાર માટે ઘણા પૈસા ભેગા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ અખબાર દેશનો અવાજ બનવા માટે હતું, પરંતુ તેને નેહરુ અને તેમના પરિવારનો અવાજ બનાવી દેવામાં આવ્યું.

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, વાસ્તવમાં  કોંગ્રેસ અને તેના નેતા નહોતા ઇચ્છતા કે અખબાર ચાલે. આ નિયત પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્ર ભાનુ ગુપ્તા, પુરુષોત્તમ દાસ ટંડન વગેરેને પહેલાથી જ શંકા હતી. તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું કે, કોંગ્રેસના એક વિશેષ પરિવારને ભારતીય ન્યાય વ્યવસ્થા પર રતિભાર વિશ્વાસ નથી, એટલે જ્યારે પણ વાત આ આ પરિવારના ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીની આવે છે અથવા એમ કહીએ કે, નેશનલ હેરાલ્ડનું નામ સાંભળતા જ, શહજાદા અને શાહી પરિવારને સાંપ સૂંઘી જાય છે. સમયનું ચક્ર જુઓ, બીજાઓને આરોપી બનાવવાનું ષડયંત્ર રચનારા આજે પોતે જામીન પર છે.

Naqvi
newindianexpress.com

 

પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કટાક્ષ કર્યો કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારની કરતૂકને પણ કુરબાનીની તાબૂત બનાવીને ફરે છે. પશ્ચિમ બંગાળ હિંસા પર તેમણે કહ્યું કે, પાકિસ્તાનથી લઈને પરિવારસ્તાન (કોંગ્રેસ, સપા, TMC, RJD, DMK વગેરે) પર સંવૈધાનિક સુધાર પર સાંપ્રદાયિક વારની જુગલબંદી આ વાતનું પ્રમાણ કે, સાંપ્રદાયિક ષડયંત્રથી સંવૈધાનિક સુધારાને બંધક બનાવનાર બ્રિગેડ બોખલાઈ ગઈ છે.

About The Author

Related Posts

Top News

CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન માટે મિની ઓક્શન 15 ડિસેમ્બરે થવાની સંભાવના છે. ઓક્શન અગાઉ બધી 10...
Sports 
CSK છોડવાની અટકળો વચ્ચે રવીન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગાયબ, ફેન્સ ટેન્શનમાં

એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ-2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક...
National 
એરપોર્ટ પર જાહેરમાં નમાઝ અદા કરતા વિવાદ, BJPનો કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક એક ઇકો વાનમાં જોરદાર ધમાકો થયો છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ...
National 
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં જોરદાર ધમાકો, એકનું મોત, હાઇ એલર્ટ જાહેર

તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ

દરેક માતા–પિતાને ઈચ્છા હોય છે કે તેમનું બાળક દિવસની શરૂઆત એક સુંદર સ્મિતથી કરે અને તેનું મન પણ શાંત અને...
Charcha Patra 
તમારા બાળકની સ્માઇલના બધા કરશે વખાણ જો તે આ રીતે કરશે બ્રશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.