- National
- સરકારી બસના ડ્રાઈવર-કંડક્ટરે આ રીતે કરી ગર્ભવતી મહિલાની મદદ
સરકારી બસના ડ્રાઈવર-કંડક્ટરે આ રીતે કરી ગર્ભવતી મહિલાની મદદ

ઉત્તર પ્રદેશના બાંદામાં સરકારી રોડવેસ બસના સ્ટાફની ખૂબ પ્રશંસા થઇ રહી છે. તેમણે એક મહિલા યાત્રીની જાન બચાવી. તે મહિલા પ્રેગ્નેંટ હતી અને બસ બાંદાથી કાનપુર જઇ રહી હતી. અચાનક રસ્તામાં તેને પ્રસલ પીડા શરૂ થઇ ગઇ. બસના ડ્રાઈવર અને કંડક્ટરને આ વિશે જાણ થતા તેમણે રસ્તાના કિનારે બસ રોકી અને અન્ય મહિલા મુસાફરોની મદદથી તેમની બસમાં અંદર ડિલીવરી કરાવી.
ત્યાર પછી બસમાં બેસાડી તે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલમાં નવજાત અને મહિલા બંને સ્વસ્થ છે. રોડવેઝ કર્મીઓની આ કામની લોકો પ્રસંશા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે બસનો સ્ટાફ મહિલા માટે દેવદૂત બની ગયો.
ઉત્તર પ્રદેશ રોડવેઝની બાંદા ડિપોની બસ UP 90 T 5484 મુસાફરોને લઇ બાંદાથી કાનપુર જઇ રહી હતી. બાંદાથી લગભગ 30 કિમી દૂર પલરા ગામની પાસે બસમાં મોજૂદ એક મહિલા યાત્રી જે ગર્ભવતી હતી, તેને પ્રસવ પીડા શરૂ થઇ ગઇ. તેની સ્થિતિ ખરાબ થવા લાગી. તેની સાથે એક વૃદ્ધ પણ હતા જે પરેશાન જણાયા.
આસપાસના યાત્રીઓએ બસના કંડક્ટર કૌશલેંદ્ર સિંહ અને ડ્રાઈવર ધર્મપાલને જાણ કરી. ત્યાર પછી બસને રસ્તા કિનારે ઊભી રાખવામાં આવી. બધા યાત્રીઓને નીચે ઉતારી બસમાં મોજૂદ મહિલા અને અન્ય મહિલા યાત્રીઓની મદદથી તેની બસમાં જ ડિલીવરી કરાવવામાં આવી. ત્યાર પછી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં સારવાર પછી મહિલાને કાનપુર મોકલી દેવામાં આવી. માતા અને નવજાત બંને સ્વસ્થ છે. અન્ય યાત્રીઓને ડિપોથી બીજી બસ બોલાવીને તેમાં રવાના કરવામાં આવ્યા.
અન્ય મહિલા યાત્રીઓની મદદથી ડિલીવરી કરાવી
કંડક્ટર કૌશલેંદ્ર સિંહે જણાવ્યું કે તે પોતાના ડ્રાઈવરની સાથે બસ લઇ બાંદાથી કાનપુર જઇ રહ્યા હતા. બસમા એક ગર્ભવતી મહિલા હતી. તે પણ કાનપુર જઇ રહી હતી. અચાનક પલરા ગામની પાસે તેને પ્રસવ પીડા શરૂ થઇ. જેવી મને જાણ થઇ બસ રોકી દેવામાં આવી. એમ્બ્યુલેંસને ફોન કર્યો પણ ગામ હોવાના કારણે તેને આવવામાં 20 મિનિટથી વધારાનો સમય લાગી રહ્યો હતો. મહિલાની તબિયત બગડી રહી હતી. તેની સાથે જે વૃદ્ધ હતા તે પણ પરેશાન હતા. અમે બધા યાત્રીઓને નીચે ઉતારી બે મહિલા યાત્રીઓની સાથે તેની ડિલીવરી કરાવી. ત્યાર પછી મહિલા અને નવજાતને ચિલ્લાના સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાવવામાં આવ્યા.