શું તામિલનાડુમાં લોકસભાની સીટો ઘટાડવાના પ્લાનમાં છે સરકાર? અમિત શાહે જણાવી દીધું સત્ય

2026 બાદ વસ્તી ગણતરીના આધારે લોકસભા અને વિધાનસભાઓની સીટોના પ્રસ્તાવિત સીમાંકનમાં, તમિલનાડુ સહિત દક્ષિણ ભારતીય રાજ્યોની સીટો ઓછી કરવામાં નહીં આવે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કોયમ્બતુર સહિત 3 જિલ્લામાં ભાજપ કાર્યાલયોનું ઉદ્ઘાટન કરતા આ ભરોસો આપ્યો હતો. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને 2026માં થનારી વિધાનસભાની ચૂંટણીમાં હિન્દી વિરોધી તેમજ સીમાંકનમાં સીટો ઘટાડવાની આશંકાને મુખ્ય મુદ્દો બનાવવાના સંકેત આપ્યા છે. આ માટે DMK5 માર્ચે સર્વદળીય સીટ બોલાવી છે.

વાસ્તવમાં, આગામી વિધાનસભાની ચૂંટણી માટે મુદ્દાઓ શોધી રહેલી DMKએ હવે નવી શિક્ષણ નીતિમાં પ્રસ્તાવિત ત્રિભાષા ફોર્મ્યૂલા હેઠળ તમિલનાડુમાં હિન્દી થોપવાના આરોપ બાદ સીમાંકનમાં તમિલનાડુ સહિત દક્ષિણ ભારતીય રાજ્યોમાં સીટો ઓછી થવાની સંભાવના સામે લડવાની જાહેરાત કરી દીધી છે. આમ તો, અમિત શાહે સીમાંકનમાં દક્ષિણ ભારતના કોઇ પણ રાજ્યમાં સીટો ઓછી ન થવાનો દાવો કરીને સ્ટાલિનના આરોપોને ફગાવ્યા છે. વાસ્તવમાં, વર્ષ 2026 બાદ, પહેલી વસ્તી ગણતરીના આધાર પર વિધાનસભાઓ સાથે-સાથે લોકસભાની સીટો નવેસરથી નક્કી કરવામાં આવશે.

amit-shah1

સામાન્ય રીતે એવું માનવામાં આવી રહ્યું હતું કે દક્ષિણ ભારતીય રાજ્યોની તુલનામાં ઉત્તર ભારતીય રાજ્યોમાં વસ્તીની અપેક્ષાકૃત વૃદ્ધિને કારણે લોકસભામાં તેમની સીટો પણ વધી જશે અને એજ રીતે દક્ષિણ ભારતીય રાજ્યોની સીટો ઓછી થઇ જશે. સીમાંકન બાદ દક્ષિણ ભારતીય રાજ્યોને લોકસભામાં ઓછું પ્રતિનિધિત્વ મળવાની આશાનકાને સ્ટાલિન આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ મોટો રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે અપેક્ષાકૃત ઓછી વસ્તી હોવા છતા, સીમાંકનમાં, દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ઉત્તર ભારતીય રાજ્યોની જેમ જ લોકસભાની સીટો વધારવામાં આવશે અને એક પણ સીટ ઓછી નહીં થાય.

આ અગાઉ સ્ટાલિન નવી શિક્ષણ નીતિ હેઠળ ત્રિભાષા ફોર્મ્યૂલાને એમ કહેતા વિરોધ કરી ચૂક્યા છે કે આ હિન્દીને થોપવાનું ષડયંત્ર છે. હિન્દી વિરોધી મુદ્દાને મોટો મુદ્દો બનાવતા સ્ટાલિન નવી શિક્ષણ નીતિ લાગૂ ન કરવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે. આમ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ત્રિભાષા ફોર્મ્યુલાના વિરોધને વિશુદ્ધ રાજનીતિક ગણાવતા બાળકોના શિક્ષણને રાજકારણથી દૂર રાખવાનો આગ્રહ કર્યો છે.

amit-shah2

અમિત શાહે DMK સરકાર દરમિયાન ભ્રષ્ટાચાર અને રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને વિધાનસભા ચૂંટણીમાં મોટો મુદ્દો બનાવવાનો સંકેત આપ્યો છે. શાહે DMKના મંત્રીઓ અને નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, DMKમાં પસંદગીપૂર્વક એજ નેતાઓને સામેલ કરે છે જેમની પાસે ભ્રષ્ટાચારમાં માસ્ટર ડિગ્રી હોય. શાહે આગામી વિધાનસભા ચૂંટણીમાં NDA સરકાર બનાવવાનો દાવો કર્યો. જોકે, તેમણે AIADMKની NDAમાં વાપસી અંગે અત્યારે કંઇ કહ્યું નથી. તામિલ ભાષા અને તામિલ સંસ્કૃતિના રક્ષણના સ્ટાલિનના દાવાને નકારતા શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તામિલ ભાષા અને સંસ્કૃતિની રક્ષા અને વિકાસ માટે કરેલા પ્રયાસો ગણાવ્યા.

Related Posts

Top News

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
National 
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.