- National
- દુનિયા ખતરનાક સમયમાંથી પસાર થઇ રહી છે, મુરલી મનોહર જોશીએ શાંતિ માટે આ કરવા કહ્યુ
દુનિયા ખતરનાક સમયમાંથી પસાર થઇ રહી છે, મુરલી મનોહર જોશીએ શાંતિ માટે આ કરવા કહ્યુ

દુનિયા અત્યારે ખતરનાક સમયમાંથી પસાર થઈ રહી છે. વૈશ્વિક સ્તર પર જે થઈ રહ્યું છે તે ખુલ્લી આંખે જોવાની જરૂર છે. આપણી ચારે બાજુ યુદ્ધ જેવી ભયજનક પરિસ્થિતિ છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાની ભૂમિકા સીમિત બની રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ આ વાત કહી હતી. તેમણે લોકોને શાંતિ અને સમૃદ્ધિ માટે ભારતીય ફિલસૂફીનો સહારો લેવાની વાત પણ કરી. તેઓ વાણી પ્રકાશન જૂથ દ્વારા પ્રકાશિત RSSના સહ-સચિવ મનમોહન વૈદ્યના પુસ્તક 'વી એન્ડ ધ વર્લ્ડ અરાઉન્ડ'ના વિમોચન પ્રસંગે બોલી રહ્યા હતા.
ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ ઇઝરાયલ અને હમાસ અને રશિયા-યુક્રેન યુદ્ધ વિશે ચિંતા વ્યકત કરતા કહ્યુ કે, બંદુકો, રોકેટ, બોંબમારો, નરસંહાર એક તરફ વિશ્વ યુદ્ધની ચેતવણી સમાન છે. મુરલી મનોહર જોશીએ પુસ્તક 'વી એન્ડ ધ વર્લ્ડ અરાઉન્ડ' વિશે કહ્યુ કે, આ પુસ્તર વાંચતા પહેલાં સંઘ વિચારક ગોલવલકરના પુસ્તક ‘વી આર અવર નેશનલહુડ ડિફાઇન્ડ’ પણ વાંચવું પડશે. તો જ તમે આ પુસ્તકને સમજી શકશો.
આ પ્રસંગે વાણી પ્રકાશન ગ્રુપના ચેરમેન અરૂણ મહેશ્વરીએ લેખક મનમોહન વૈદ્ય, મુરલી મનોહર જોશી, મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજનું સન્માન કર્યું હતું. તેમણે કહ્યુ કે, મારી માતા શિરોમણી દેવી લાંબા સમય સુધી સેવા ભારતી સાથે જોડાયેલા રહ્યા હતા. તેમણે કહ્યુ કે વાણી પ્રકાશન ગ્રુપની સામાજિક અને સાહિત્યિક યાત્રા 60માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. જેમાં ભારતીય સંસ્કૃતિની સમજ પુસ્તકો દ્વારા પ્રતિબિંબિત થાય છે.
સાથે જ મનમોહન વૈદ્યે કહ્યું કે પુસ્તકનું લોકાર્પણ એ એક સુખદ સંયોગ છે. તેમણે પુસ્તકની કલ્પનાનો શ્રેય સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા નમિતા ગોખલેને આપ્યો. તેમણે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા પ્રણવ મુખર્જિને નાગપુર યુનિયન હેડક્વાર્ટરના વાર્ષિક સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે નાગપુર આવીને સંબોધિત કરવાનું હતું, પરંતુ, કથિત ઉદારવાદી ગ્રુપે એટલો વિરોધ કર્યો કે આ ઘટનાએ મને લેખ લખવા માટે પ્રેરિત કર્યો.+
તેમણે કહ્યું કે બધાને ખબર છે કે પ્રણવ મુખર્જિ સંઘમાં સામેલ થવા નહોતા આવી રહ્યા. પરંતુ માત્ર સંબોધન કરવા માટે આવી રહ્યા હતા. અહીંથી જ લેખ લખવાની શરૂઆત થઇ. વૈદ્યે કહ્યું કે ભારતની જીવનશૈલી વસુધૈવ કુટુમ્બકમની છે. સંઘને સમજવા માટે ભારતને સમજવું જરૂરી છે.
કાર્યક્રમના અધ્યક્ષ રહેલા મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદે કહ્યુ કે, વિચારની દ્રષ્ટિએ ભારત કોઇ પણ દેશની સરખામણીમાં અનેક ઘણું સમૃદ્ધ છે. આ પુસ્તકમાં માત્ર લેખ જ નહીં, પરંતુ એક ઊંડી ફિલસૂફી અને સારી રીતે વિચારેલી પરંપરા પણ છે.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
