ગુજરાતના ખેડૂતો મૂછ પર લીંબુ લટકાવે છે

(દિલીપ પટેલ).2017-18ના એપેડાએ જાહેર કરેલા લીંબુના ઉત્પાદન પ્રમાણે ભારતમાં 31.47 લાખ ટન લીંબ પાકે છે. જેમાં ગુજરાતમાં 6.05 લાખ ટન લીંબુ પાકે છે. જે આખા દેશનું 19.24 ટકા ઉત્પાદન છે. ગુજરાતના હરિફ એવા આંધ્રપ્રદેશથી આગળ નિકળી ગયું છે. આંધ્રપ્રદેશનો હિસ્સો 18 ટકા જેવો છે. આમ ગુજરાતના 1 લાખ ખેડૂતો લીંબુની ખેતી કરે છે તેમણે પ્રદેશને ગૌરવ અપાવ્યું છે. 2014-15માં આંધ્રપ્રદેશમાં 5 લાખ ટન લીંબુ થયા હતા જ્યારે ગુજરાતમાં 4.62 લાખ ટન થયા હતા. આમ બે વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ છલાંગ લગાવીને દેશમાં પ્રથમ નંબર મેળવી લીઘો છે. તેમ કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે. 

ગુજરાતમાં 46,279 હજાર હેક્ટરમાં લીંબુની ખેતી થાય છે. 6 લાખ ટન ઉત્પાદન સાથે સરેરાશ હેક્ટરે 13થી 16 ટન ઉતારો આવે છે. આણંદ ખાતેના કૃષિ સંશોધન કેન્દ્રમાં હેક્ટરે 30 ટન લીંબુ મેળવવામાં આવ્યા હતા. આખી દુનિયામાં લીંબુ થાય છે. સાઈટ્રીક એસિડ ભરપુર હોય છે. ખાટું ફળ ભોજનમાં સ્વાદ લાવવા માટે વિશ્વના દરેક ઘરમાં વપરાય છે. સમગ્ર ભારતમાં સૌથી વધું લીંબુ ગુજરાતમાં હવે પાકે છે. તેમ આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના સૂત્રો દ્વારા જણાવાયું હતું. 

વર્ષોની કહેવત લીંબુમાં સાચી ઠરી

જ્યારે ગૌરવ અને ખુમારીની વાત હોય છે ત્યારે મૂછ પર લીંબુનો શબ્દ પ્રયોગ અને રૂઢી પ્રયોગ થાય છે. મૂછ પર લીંબુ ઠરાવવાં, મૂછ પર લીંબુ નચાવવાં, મૂછ પર લીંબુ રાખવાં એટલે કો મૂછનો આંકડો નમવા ન દેવો. મૂછ પર લીંબુ લટકવું - એટલે કે ઇજ્જત હોવી, એવો રૂઢી પ્રયોગ વર્ષો પછી સાર્થક કરી બતાવ્યો છે. 

મહેસાણા અવ્વલ

મહેસાણાના ઊંઝા, કડી, ઉદલપુર, ખેરવા, જગુદણ, ઉંટવા, જગન્નાથપુરા, કહોડામાં આખા ગુજરાતમાં સૌથી વધું લીંબુ પાકે છે. ઊંઝા પાસેના કહોડા ગામના 90 ટકા ખેડૂતો લીંબુની ખેતી કરે છે. આ ગામથી રોજના 6થી 7 હજાર કિલો લીંબુ બહાર જાય છે. મહેસાણામાં 2017માં 12311 હેક્ટર અને 2020માં 15 હજાર હેક્ટરમાં લીંબુના બગીચા છે. મહેસાણામાં રૂ.400 કરોડના લીંબુ પેદા થાય છે. 

મહેસાણાની કુલ ખેતીના 30 ટકામાં લીંબુના બગીચા છે. અહીંના લીંબુ અફઘાનીસ્તાન, પાકિસ્તાન અને બાંગલાદેશ સહિત 20 દેશમાં જાય છે. એક ક્ષુપ 250 કિલો જેવા લીંબુ આપે છે. સુગંધી, પડ પાતળા અને રસદાર ફળ હોય છે. કાગદી લીંબુની સોડમ અને ખટાશ અનોખી હોવાથી તેની સારી માંગ છે.

આ જિલ્લામાં ખેતી

લીંબુની ખેતી મહેસાણા, ભાવનગર, ખેડા, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદમાં થાય છે. ભાવનગરમાં પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા અને શિહોરમાં લીંબુની ખેતી થાય છે. સામાન્ય ઉત્પાદન એક ક્ષુપમાં 50-70 કિલો મળે છે.

બિંયા વગરના લીંબુ

બી બગરના લીંબુની ખેતી વધી રહી છે. થાઈલેન્ડના બિંયા વગરના ટીસ્યુકલ્ચર લીંબુ ગુજરાતમાં થાય છે. વડોદરા જિલ્લાના શિનોરના અવાખલ અને ડભોઈના ઓરડી ગામે 2015થી બીં વગરના લીંબુ પાકે છે. વડોદરા જિલ્લામાં 1200 હેક્ટરમાં પાકે છે તેમાં થઈ લીંબું 300 એકર છે. 3 વર્ષ પછી 5-10 કિલો લીંબુ એક ક્ષુપમાં મળતા થાય છે.

ભાવ

સામાન્ય દિવસોમાં એક કિલોના રૂ.20થી 25 મળે છે. ઉનાળામાં રૂ.70 સુધી મળે છે. બે વર્ષ પહેલાં એક કિલોના માંડ રૂ.7 આવ્યા હતા.ગાંધીનગર કૃષિ ભવનમાં નોંધાયેલી ઘટનાઓ બીજા ખેડૂતો માટે પ્રેરણા આપી શકે તેવી છે.  

નવો પ્રયોગ

ખેડાના પીપલગમાં કિરણ પટેલે પ્રથમ વખત બી વગરના ટીશ્યુ કલ્ચરના છોડ ઉગાડ્યા હતા. ભાવ ઊંચો આવે છે. જેનું ઠંડીમાં વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન વધું આવે છે. જ્યારે ઋતુ બદલાય ત્યારે લીંબુ આવે છે. બારમાસી છે. કદ મોટું રસદાર ફળ હોય છે.

ખેડૂતનું માર્કેટીંગ

જામનગરના  ધ્રાંગડા ગામના ખેડૂત દિલસુખ ગડારા લીંબુ પેદા કરીને એપીએમસી માં વેચવાના બદલે દરેક દૂકાને સીધા પહોંતાડીને સારો ભાવ મેળવે છે.

ઢોળાવની જમીન પર લીંબુ

ખરાબાની ઢોળાવ વાળી જમીન કે જેમાં કંઈ ન થતું હોય એવી જમીન પર અમરેલીના સાવરકુંડલાના વાશીયાળી ગામના ખેડૂત પુના મગન ગજેરાએ ટપક સિંચાઈથી લીંબુ પેદા કરી બતાવ્યા છે.

 એક મહિનો તાજા રહેતાં લીંબુ

પાટણના હારીજના ભલાણા ગામના ખેડૂત ઈશ્વર પટેલે સેન્દ્રીય ખેતી કરીની લીંબુમાં 1.5 એકર જમીનમાં  1500 કિલો લીંબુ પેદા કરીને રૂ.1.50 લાખનું વેચાણ કરે છે. તેમના ફળ એક મહિના સુધી બગડતાં નથી એવો દાવો છે.

પાટણ જિલ્લાનાં હારીજ તાલુકાના ભલાણા ગામના કર્મનિષ્ઠ ખેડૂત ઈશ્વરભાઈ પટેલ જેઓએ સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી લીંબુની સફળ ખેતી કરીને સારી આવક મેળવી છે.

Related Posts

Top News

ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી....
National 
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...

ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. પહેલા દિવસની રમત દરમિયાન, રિષભ પંત...
Sports 
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...

આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે...
Astro and Religion 
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે...
Politics 
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 
Copyright (c) Khabarchhe All Rights Reserved.