- Gujarat
- મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો નદીમાં ખાબક્યા
મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો નદીમાં ખાબક્યા

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટતા વાહનો નદીમાં ખાબકવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બ્રિજ તૂટતા 4 વાહન મહીસાગર નદીમાં પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા જેમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ બ્રિજને સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા,ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાદરા તાલુકાના મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર તૂટવાને કારણે 2 ટ્રક, એક પિકઅપ વાન સહિત 4 વાહનો મહીસાગર નદીમાં પડી ગયા. બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. પરંતુ આજે આ બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે. આ સાથે ટોલ પર પણ લાંબી કતારો લાગે તો નવાઈ નહી.
https://twitter.com/AmitChavdaINC/status/1942780277027201251
તો આ મામલે કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને તાત્કાલિક ધોરણે રેસક્યું કરવાની હાકલ કરી છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર આ અંગે પોસ્ટ કરતા લખ્યું કે, આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
Related Posts
Top News
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...
Opinion
