ગુજરાતમાં ચમત્કાર: સેક્સ વર્ધક ટોનિક જેવા બે છોડ મળ્યા

ગુજરાતમાં એક ચમત્કારિક સંશોધન થયું છે. આ સંશોધનની મદદથી પુરૂષના પ્રજનન તંત્રની ક્ષમતા સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે. આણંદ યુનિવર્સિટીએ આ સંશોધન કર્યું છે.

ગુજરાતમાં બે છોડ કે જે મોટાપ્રમાણમાં ઉગી રહ્યાં છે તેમાં સંશોધન કરતાં આ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિરજ વ્યાસને ચમત્કારિક નવી બાબત જાણવા મળી છે. વર્ધારો અને એખારો નામની આ બે વનસ્પતિમાંથી જે કેમિકલ મળ્યું છે તે વાયગ્રા જેવું છે. દેશી વાયગ્રા તેનાથી બની શકશે.

આ બન્ને છોડ કામવાસના વધારે છે. ઇરેક્ટાઇલ ડિફંકશનની સારવાર કરી શકે છે. સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે તેમજ ફર્ટિલીટી લેવલમાં પણ સુધારો કરે છે. નદીના પટમાં ઉગતા આ બન્ને છોડના પાંદડા અને દાંડીનો ઉપયોગ આદિવાસી પરિવારો વર્ષોથી ઉપયોગ કરી રહ્યાં છે.

વજિકરણ ચિકિત્સામાં એવા 60 ઔષધિય પ્લાન્ટનો ઉલ્લેખ છે કે ખામીયુક્ત વિર્ય, સ્પર્મટનિનેસિસ અને જાતીય શક્તિના કિસ્સામાં ફાયદારૂપ થાય છે. આ ડોક્ટરે એસોસિયેટ પ્રોફેસર મનન રાવલના નેજા હેઠળ પુરૂષ વ્યંધત્વ ઉપર આયુર્વેદિક ઔષધિય છોડની અસર વિષય પર પીએચડી કર્યું છે.

વર્ધારો કે જેને સંસ્કૃતમાં સમુદ્ર શોખ કહે છે અને અખારો કે જેને કોકીલક્ષ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાસના જણાવ્યા પ્રમાણે પ્રક્લિનિક ટ્રાયલ દરમ્યા ઉંદરના સ્પર્મ કાઉન્ટમાં વધારો થયો છે. હવે ફાર્મા કંપનીઓ આ બન્ને વનસ્પતિનો ઉપયોગ સેક્સ ઉત્તેજક દવા બનાવવામાં કરી શકશે.

 

Related Posts

Top News

SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીએ કહ્યું- આપણા પર છવાયેલા વાદળો દૂર થઈ ગયા છે

હિંડનબર્ગના આરોપો પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી ક્લીન ચીટ મળ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમના...
Business 
SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીએ કહ્યું- આપણા પર છવાયેલા વાદળો દૂર થઈ ગયા છે

એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર

બેંગ્લોરથી વારાણસી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વિમાનમાં હાહાકાર મચી ગયો...
National 
એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાનો થયો પ્રયાસ? કેપ્ટને બતાવી સમજદારી, કસ્ટડીમાં લેવાયા 9 મુસાફર

‘જ્યારે લીડ 13-0 અથવા 10-1ની હોય તો તેને રાઇવલરી ન કહેવાય’, સૂર્યકુમારે પાકિસ્તાનને અરીસો બતાવ્યો

રવિવાર 21 સપ્ટેમ્બરના રોજ ભારતીય એશિયા કપના સુપર-4માં પાકિસ્તાનની ટીમને 6 વિકેટથી હરાવી. છેલ્લા 8 દિવસમાં ભારતે પાકિસ્તાની ટીમને બીજી...
Sports 
‘જ્યારે લીડ 13-0 અથવા 10-1ની હોય તો તેને રાઇવલરી ન કહેવાય’, સૂર્યકુમારે પાકિસ્તાનને અરીસો બતાવ્યો

'અમે સંત નથી' એવું ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કોના માટે કહ્યું?

પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા અને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોષ્ટ મુકી છે જે...
Politics 
'અમે સંત નથી' એવું ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કોના માટે કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.