- Gujarat
- ભાજપે 6 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા, જાણો કઈ બેઠકથી કોનું નામ જાહેર થયું
ભાજપે 6 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા, જાણો કઈ બેઠકથી કોનું નામ જાહેર થયું
ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની લુણાવાડા, અમરાઇવાડી, ખેરાલુ, રાધનપુર, બાયડ અને થરાદ બેઠક પર 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરના રોજ આ પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ પેટાચૂંટણીને લઈ ભાજપ દ્વારા 29 સપ્ટેબમરના રોજ મોડી રાત્રે 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

આ 6 ઉમેદવારમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી અને ધવલસિંહ ઝાલાને બાયડ બેઠક પરથી મેદાને ઉતારવામાં આવ્યા છે.

રાજકીય લોબીમાં ચર્ચાનો વિષય બની રહેલી થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની સામે ભાજપે જીવરાજ પટેલને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પરથી શંકર ચૌધરીનું નામ પણ આવી રહ્યું હતું પરંતુ અંતે તેમનું પત્તુ કપાયું છે. જે બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી તે ખેરાલુ બેઠક પરથી ભાજપ દ્વારા અજમલ ઠાકોરને ટિકિટ આપવામાં આવે છે.

અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલની સામે ભાજપે જગદીશ પટેલને મેદાને ઉતાર્યા છે.

લુણાવાડા બેઠક પરથી ભાજપ દ્વારા જીગ્નેશ સેવકની પસંદગી કરવામાં આવી છે. આ બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિંહ ચૌધરીને ટિકિટ આપી છે.
આજે ભાજપના આ ઉમેદવારો ભાજપના નેતાઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવશે અને પછી મત વિસ્તારના લોકોનો વિશ્વાસ જીતવા માટે પ્રચાર શરૂ કરશે.

