- Central Gujarat
- અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજા-મહારાજાની જેમ જાઓ, નવી ટ્રેન શરૂ
અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજા-મહારાજાની જેમ જાઓ, નવી ટ્રેન શરૂ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા એક રજવાડી ટ્રેન શરૂ થઇ છે જે 5 નવેમ્બર, રવિવારથી ચાલું થવાની છે. આ ટ્રેન માત્ર રવિવારે જ અમદાવાદથી એકતા નગર અને એકતા નગરથી અમદાવાદ જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ઓકટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પર કેવડિયાથી સ્ટીમ હેરીટેજ સ્પેશિયલ ટ્રેનને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરવાની હતી.
આ ટ્રેન સરદારને શ્રધ્ધાંજલી આપવા માટે ખાસ શરૂ કરવામાં આવી છે.
રજવાઠી શાહી ઠાઠ સાથેની સુવિધા ધરાવતી ટ્રેન દર રવિવારે અમદાવાદથી સવારે 6-10 મિનિટ ઉપડશે અને એકતાનગર 9.50 મિનિટે પહોંચશે.
એકતા નગરનું પહેલા નામ નર્મદા કેવડિયા સ્ટેશન હતું હવે એકતાનગર સ્ટેશન કરી દેવામાં આવ્યું છે.
એજ પ્રમાણે દર રવિવારે એકતાનગરથી ટ્રેન 8-35 વાગ્યે ઉપડશે અને બપોરે 12-05 વાગ્યે અમદાવાદ પહોંચી જશે.
આ ટ્રેનમાં 4 કોચ હશે અનેકુલ 144 લોકો બેસી શકશે. ચાલું ટ્રેને ભોજન માણવાની સુવિધા પણ છે.
ખાસ સાગના લાકડાથી બનાવવામાં આવા ડાઇનિંગ ટેબલ પર એક સાથે 28 લોકો બેસી શકશે.
Related Posts
Top News
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો
અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા
Opinion
