- Central Gujarat
- મહિલા PSI સાથે ધક્કામુક્કી કરનાર ધારાસભ્ય વિરજી ઠુમ્મર મુશ્કેલીમાં
મહિલા PSI સાથે ધક્કામુક્કી કરનાર ધારાસભ્ય વિરજી ઠુમ્મર મુશ્કેલીમાં

ગાંધીનગર ખાતે કોંગ્રેસની ખેડૂત રેલી વખતે વિધાનસભામાં પ્રવેશ કરતી વખતે કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે થયેલી ધક્કામુક્કીના મામલે મહિલા PSI મહિલા આયોગમાં ગયા છે. મહિલાએ આયોગમાં અરજી કરી છે કે તેમની સાથે યોગ્ય વર્તન કરાયુx ન હતું. ગાંધીનગરમાં ખેડૂત આક્રોશ રેલીમાં પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસ દ્વારા વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરને રોકતા ધક્કામુક્કી થઈ હતી.
ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સચિવાલયના ગેટ નંબર-1 પર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર અને મહિલા PSI વચ્ચે ઘર્ષણનો મામલો મહિલા આયોગ પાસે પહોંચ્યો છે. ગાંધીનગરની મહિલા પોલીસકર્મીએ આ અંગે મહિલા આયોગમાં વિરજી ઠુમ્મર વિરુદ્ધ રજૂઆત કરી છે. આ અંગે મહિલાકર્મીએ આયોગમાં એક અરજી આપી છે. આ અરજી બાદ હવે મહિલા આયોગ વિરજી ઠુમ્મર સામે આ મામલે તપાસ કરશે.
ધક્કામુક્કી દરમિયાન એક મહિલા PSI પણ હાજર હતા ત્યારે વિરજી ઠુમ્મરે મહિલા PSIને ધક્કો મારી આગળ વધી ગયા હતા. તો બીજી બાજુ ધક્કો મારવાના મામલે વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારું ધારાસભ્યનું કાર્ડ હતું તેમ છતાં અમને વિધાનસભામાં આવતા રોકવામાં આવ્યા હતા. પોલીસ સરકારના નિયમો પ્રમાણે ચાલે છે તેમ પ્રહારો કર્યા હતા.
Related Posts
Top News
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે?
સ્થૂળતા ઘટાડવા માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે, શરીર પોતે જ 'કુદરતી ઓઝેમ્પિક' ઉત્પન્ન કરશે
શું શિંદેથી BJPનો મોહભંગ થઈ ચૂક્યો છે, કંઈ તરફ બેસશે ઉદ્ધવનો ફડણવીસ પ્રેમ?
Opinion
