ન્યૂક્લિયરને લઇને શાહબાજ શરીફે દેખાડી હેકડી-બોલ્યા- ભારત નહીં નાખી શકે ખરાબ...

પાકિસ્તાની જનતાને એક તરફ ખાવાના ફાફા પડી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાજ શરીફ પરમાણુ બોમ્બને લઇને હેકડી દેખાડી રહ્યા છે. શાહબાજ શરીફે કહ્યું કે, ભારત તેની ન્યૂક્લિયર આર્મ્ડ કન્ટ્રી પર ખરાબ નજર નહીં નાખી શકે કેમ કે આપણી પાસે તેને પગ નીચે કચડવાની તાકત છે. વડાપ્રધાન શાહબાજ શરીફે આ વાત રવિવારે પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર (PoK)માં કહી, જેને ઘણી યુટ્યુબ ચેનલ્સ પર દેખાડવામાં આવી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન એક પરમાણુ શક્તિવાળો દેશ છે અને ભારત આપણને ખરાબ નજરથી નહીં જોઇ શકે.

તેમણે કહ્યું કે, જો એમ થયું તો આપણે તેને પગ નીચે કચડી દેવામાં સક્ષમ છીએ. આ પહેલી વખત નથી જ્યારે ભારત સાથે પોતાની ન્યૂક્લિયર પાવરની હેકડી દેખાડી રહ્યા છે. આ પહેલા પણ ઘણી વખત ઇસ્લામાબાદે સીમા પાર મુદ્દાઓને કંઇક આ રીતે પ્રોત્સાહિક કર્યા છે. પાકિસ્તાન એમ કહેતું રહ્યું છે કે, તેની પરમાણુ શક્તિ ઇન્ટરનેશનલ પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના ઇન્ટરનેશનલ માનાંકોને પૂરા કરે છે. રવિવારની રેલીમાં શાહબાજ શરીફ એમ કહેતા સંભળાઇ રહ્યા છે આ જે મોટી મોટી સરકારો છે, જેમને જમ્હુરિયતના લિબાસા ઓઢી રાખ્યા છે. તો જેની લાઠી તેની ભેંસવાળી વાત છે.

શાહબાજ શરીફે રવિવારે ફરી એ પુનરાવર્તિત કર્યું કે કાશ્મીરીઓને કૂટનૈતિક, રાજનૈતિક અને નૈતિક સમર્થન યથાવત રાખશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કાશ્મીરી સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ હેઠળ આત્મ નિર્ણયના અધિકારને પ્રાપ્ત કરી લેતા નથી ત્યાં સુધી તેનું સમર્થન ચાલુ રહેશે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ હેઠળ હંમેશાં જમ્મુ-કશ્મીરના મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન પર ભાર આપ્યો છે. જાતિ આધાર પર પૂર્વી તિમોર, દારફુર અને દુનિયાના અન્ય વિસ્તારોને આઝાદી આપવામાં આવી, પરંતુ એ આધાર જમ્મુ-કાશ્મીર અને ફલસ્તિન પર લાગૂ ન કરવામાં આવ્યા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ કાશ્મીર મુદ્દે અને પાકિસ્તાનથી ઉત્પન્ન થનારા સીમા પાર આતંકવાદને લઇને તણાવપૂર્ણ રહ્યા છે. ગયા મહિને શાહબાજ શરીફે કહ્યું હતું કે, પાકિસ્તાને એક પાઠ શીખી લીધો છે અને તે ભારત સાથે શાંતિથી રહેવા માગે છે. તેમણે એ વાત પર ભાર આપ્યો કે, બંને પાડોશીઓએ બોમ્બ અને ગોળા બારૂદ પર પોતાના સંસાધનોને બરબાદ ન કરવા જોઇએ. ભારત સાથે આપણાં 3 યુદ્ધ થયા. તેણે આપણાં લોકો માટે હજુ વધુ દુઃખ, ગરીબી અને બેરોજગારી ઉત્પન્ન કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે આવો આપણે ટેબલ પર બેસીએ અને કાશ્મીર જેવા મુદ્દાઓના સમાધાન માટે ગંભીર અને ઇમાનદાર વાતચીત કરીએ.

Related Posts

Top News

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.