ટાટા મોટર્સે 726 કરોડમાં ગુજરાતનો ફોર્ડનો પ્લાન્ટ ખરીદી લીધો, હવે આ કાર બનાવશે

ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક વાહનોની પેટાકંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEML) એ ગુજરાતમાં ફોર્ડનો સાણંદ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રૂ. 725.6 કરોડમાં ખરીદી લીધો છે. દર વર્ષે 4 લાખથી વધુ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટમાં ટાટાની ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવામાં આવશે. છેલ્લાં ઘણા સમયથી ટાટા મોટર્સ ફોર્ડનો પ્લાન્ટ ખરીદી રહી છે તેની ચર્ચા ચાલતી હતી. ટાટા મોટર્સના અધિકારીઓએ ફોર્ડના પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી, હવે આખરે મંજૂરીની મહોર લાગી ગઇ છે.

ગુજરાતના સાણંદમાં ફોર્ડ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે ટાટા મોટર્સ અને ફોર્ડ વચ્ચે લાંબા સમયથી ચાલતી ડીલ આખરે ફાઈનલ થઈ ગઈ છે અને ટાટા મોટર્સ ઈવી પેટાકંપનીએ લગભગ રૂ. 726 કરોડમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ ખરીદ્યું છે. અમેરિકન ઓટોમોબાઈલ કંપની ફોર્ડ મોટર્સે સપ્ટેમ્બર 2021માં ભારત છોડ્યાના લગભગ એક વર્ષ બાદ ડીલની મંજૂરીના સમાચાર આવ્યા છે. ટાટાનું સાણંદમાં બીજું ઉત્પાદન એકમ છે, જ્યાં ટાટા નેનોનું ઉત્પાદન થયું હતું અને આ પ્લાન્ટ ફોર્ડ પ્લાન્ટની બરાબર સામે છે.

 આ ડીલની એક મહત્ત્વની વાત એ પણ છે કે ફોર્ડ ઇન્ડિયામાં ડાયરેક્ટ અને ઇન-ડાયરેક્ટ લગભગ 23000 કર્મચારીઓ છે. ટાટા મોટર્સે સાણંદમાં ફોર્ડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતા તમામ કર્મચારીઓને નોકરી આપવાની વાત કરી છે, જે ટાટાની ઉદારતા છે અને તેનાથી લાખો લોકોને ફાયદો થશે. ટાટા મોટર્સે રાજ્ય સરકારને ફોર્ડના પ્લાન્ટની ખરીદી બાદ જમીન ટ્રાન્સફર રેટ માફ કરવા વિનંતી કરી છે. ટાટા મોટર્સે જંત્રી દરના 20 ટકા એટલે કે રૂ. 66 કરોડ ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગુજરાત સરકારે ટાટા મોટર્સની વિનંતીઓ સ્વીકારી લીધી છે.

વર્ષ 2011માં ફોર્ડે સાણંદમાં આશરે રૂ. 8000 કરોડનું રોકાણ કરીને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો હતો. લગભગ 10 વર્ષ દરમિયાન ભારતીય બજારમાં 2 બિલિયન ડોલરનું નુકસાન સહન કર્યા પછી, ફોર્ડે આખરે સપ્ટેમ્બરમાં ભારત છોડવાનું નક્કી કર્યું અને પછી ફોર્ડની તમામ કારનું ઉત્પાદન પણ બંધ થઈ ગયું. ફોર્ડ ઇકોસ્પોર્ટનું છેલ્લું યુનિટ ગયા મહિનાના અંતમાં સાણંદ પ્લાન્ટમાંથી બહાર થયું અને થોડા મહિનાઓ પછી, ટાટાએ પ્લાન્ટ ખરીદ્યો હતો. સાણંદ પ્લાન્ટ દર વર્ષે 3 લાખથી 4.2 લાખ કારનું ઉત્પાદન કરી શકે છે. હવે અહીં ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEML) તેના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે.

Related Posts

Top News

શેરબજાર તૂટવાની તૈયારીમાં, સોનું બેધારી તલવાર... સોના પર RBIએ કહ્યું- પરિસ્થિતિ ક્રૂડ ઓઇલ જેવી થશે

સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનું પ્રતિ 10 ગ્રામ 119000 રૂપિયાને પાર કરી ગયું છે. સોનાએ જે આગળ વધવાની ઝડપ...
Business 
શેરબજાર તૂટવાની તૈયારીમાં, સોનું બેધારી તલવાર... સોના પર RBIએ કહ્યું- પરિસ્થિતિ ક્રૂડ ઓઇલ જેવી થશે

‘બ્રિટને ભારતને ગુલામ નહોતું બનાવ્યું!’ દલીલમાં કુદ્યા એલન મસ્ક? યુઝર્સે પકડાવી દીધી અંગ્રેજોની લૂંટની લિસ્ટ

X પર એક પોસ્ટ આવી. પોસ્ટ કરનારે એક અજીબ તર્ક આપતા કહ્યું કે અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું નહોતું અને...
Offbeat 
‘બ્રિટને ભારતને ગુલામ નહોતું બનાવ્યું!’ દલીલમાં કુદ્યા એલન મસ્ક? યુઝર્સે પકડાવી દીધી અંગ્રેજોની લૂંટની લિસ્ટ

કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો ધંધો બંધ કર્યો, લોકો શેમ્પૂ, સાબુ અને રેઝર માટે વલખા મારે છે!

વિશ્વના 57 ઇસ્લામિક દેશોનું નેતૃત્વ કરવાનું સ્વપ્ન જોતી પાકિસ્તાનમાં બજારની સ્થિતિ એવી છે કે, બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે તે દેશમાં...
World 
કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો ધંધો બંધ કર્યો, લોકો શેમ્પૂ, સાબુ અને રેઝર માટે વલખા મારે છે!

હવે હાઈવે પર મળશે હાઈટેક સુવિધાઓ, QR કોડવાળા સાઇન બોર્ડ્સથી તરત મળશે જરૂરી જાણકારી

દેશમાં હાઈવે અને એક્સપ્રેસવેનું જાળ ઝડપથી વિસ્તરી રહ્યું છે. નવા માર્ગોનું નિર્માણ તો થઈ રહ્યું જ છે, સાથે સાથે જૂના...
National 
 હવે હાઈવે પર મળશે હાઈટેક સુવિધાઓ, QR કોડવાળા સાઇન બોર્ડ્સથી તરત મળશે જરૂરી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.