- Tech and Auto
- Xiaomiએ તેનો સૌથી શક્તિશાળી ફોન લોન્ચ કર્યો, નેટવર્ક કનેક્શન વિના પણ કોલ કરી શકશો
Xiaomiએ તેનો સૌથી શક્તિશાળી ફોન લોન્ચ કર્યો, નેટવર્ક કનેક્શન વિના પણ કોલ કરી શકશો
ચીની સ્માર્ટફોન બ્રાન્ડ Xiaomiએ તેના સૌથી આધુનિક ફ્લેગશિપ ફોન લોન્ચ કરી દીધા છે. અહીં કંપનીએ Xiaomi 15T અને Xiaomi 15T Proને લોન્ચ કર્યા છે. બંને ફોન એક ગ્લોબલ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સ્માર્ટફોન MediaTek Dimensity પ્રોસેસર અને ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે. બંને ફોનમાં 5500mAh બેટરી મળે છે.
બહેતર થર્મલ મેનેજમેન્ટ માટે ફોનની અંદર 3D IceLoop સિસ્ટમ આપવામાં આવી છે. આ શ્રેણીના ફોન IP68 રેટિંગ સાથે આવે છે. બંને Xiaomi ફોનમાં Xiaomi Astral Communication ફીચર આપવામાં આવ્યા છે, જે Wi-Fi અથવા સેલ્યુલર નેટવર્ક વિના પણ કોલ કરવાની સુવિધા આપે છે. તો ચાલો આપણે જાણી લઈએ કે આ સ્માર્ટફોનની કિંમત અને અન્ય મુખ્ય ફીચર્સ શું છે..
કંપનીએ Xiaomi 15T Pro અને Xiaomi 15Tને હજુ સુધી ભારતમાં લોન્ચ કર્યા નથી, પરંતુ તેમને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. Xiaomi 15T Pro 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટેની કિંમત 649 પાઉન્ડ (આશરે રૂ. 77,000)થી શરૂ થાય છે. તે બ્લેક, ગ્રે અને માચા ગોલ્ડ રંગમાં આવે છે.
જ્યારે Xiaomi 15Tની વાત કરીએ તો તેની શરૂઆત 12GB RAM+ 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 549 પાઉન્ડ (આશરે રૂ. 65000)થી શરૂ થાય છે. કંપનીએ તેને 512GB સ્ટોરેજ વિકલ્પમાં પણ લોન્ચ કર્યો છે. આ ફોન બ્લેક, ગ્રે અને રોઝ ગોલ્ડ રંગોમાં આવે છે.
ડ્યુઅલ-સિમ Xiaomi 15T Proમાં 144Hz રિફ્રેશ રેટ અને ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન સાથે 6.83-ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન MediaTek Dimensity 9400+ પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જેમાં 12GB RAM અને 1TB સુધીની સ્ટોરેજ મળી રહે છે.
ઓપ્ટિક્સની વાત કરીએ તો, તેમાં 50MP+ 50MP+ 12MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. કંપનીએ ફ્રન્ટ પર 32MPનો સેલ્ફી કેમેરા આપ્યો છે. ફોન 5500mAh બેટરી સાથે આવે છે અને 90W વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
બીજી તરફ, Xiaomi 15Tમાં Pro વેરિઅન્ટ જેવો જ ફ્રન્ટ કેમેરા, ડિસ્પ્લે અને સોફ્ટવેર આપવામાં આવ્યો છે. તેમાં MediaTek Dimensity 8400 Ultra પ્રોસેસર છે. ફોનને પાવર આપવા માટે 5500mAh બેટરી છે, જે 67W ચાર્જિંગ સપોર્ટ સાથે છે. બંને ફોનમાં Xiaomi Astral Communication ફીચર આપવામાં આવ્યા છે, જે વપરાશકર્તાઓને સેલ્યુલર અથવા Wi-Fi નેટવર્ક વિના વૉઇસ કૉલ કરવાની મંજૂરી આપે છે.
જોકે, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ફોનમાં સિમ કાર્ડ ઇન્સ્ટોલ કરવું આવશ્યક છે. આ સાથે જ વપરાશકર્તાઓએ Xiaomi એકાઉન્ટમાં પણ લોગ ઇન કરવું આવશ્યક છે. આ સુવિધા વોકી-ટોકીની જેમ કામ કરે છે, જે ફક્ત ચોક્કસ વિસ્તારમાં જ કામ કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં બ્લૂટૂથ કોમ્યુનિકેશનના વિસ્તૃત સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવે છે. જે ફોન કરે છે તે, અને જેને ફોન કરવામાં આવે છે તે બંને વપરાશકર્તાઓ પાસે આ સુવિધાવાળા ફોન હોવા પણ આવશ્યક છે.

