- Tech and Auto
- વિશ્વના સૌથી ધનિક વ્યક્તિને જોઈએ છે શિક્ષક, પગાર મળશે માસિક રૂ.900000થી વધુ
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિને જોઈએ છે શિક્ષક, પગાર મળશે માસિક રૂ.900000થી વધુ
એલોન મસ્કની AI કંપની, xAI, હવે તેના AI ચેટબોટ, Grokને વધુ સર્જનાત્મક બનાવવા માટે કામ કરી રહી છે. આ વખતે નક્કી કર્યું છે કે, તેને વિડિઓ ગેમ્સ કેવી રીતે બનાવવી તે શીખવાડવામાં આવે. આ કામ કરવા માટે, કંપની એવા માણસોને નોકરી માટે શોધી રહી છે કે, જે AIને ગેમિંગની દુનિયા સમજાવી શકે. કંપનીએ તેની વેબસાઇટ પર એક નવી નોકરીની જાહેરાત પોસ્ટ કરી છે, જેમાં 'વિડીયો ગેમ ટ્યુટર'ની જરૂરત છે એમ બતાવવામાં આવ્યું છે. આ નોકરીનો એક માત્ર ઉદ્દેશ્ય માત્ર એટલો જ કે Grokને ટેક્સ્ટ-આધારિત જવાબો આપવા સુધી મર્યાદિત રાખવાને બદલે, રસપ્રદ અને રમી શકાય તેવી વિડિઓ ગેમ્સ બનાવવા માટે તેને સક્ષમ બનાવવાનો છે.
ગ્રોકને તાલીમ આપવા માટે પસંદ કરાયેલા ટ્યુટરોએ AIને ગેમ મિકેનિક્સ, સ્ટોરીલાઇન્સ, ડિઝાઇન અને વપરાશકર્તા અનુભવના પાસાઓ સમજાવવાની જરૂર પડશે. તેમને xAIના માલિકીના સોફ્ટવેર સાથે કામ કરવાની અને AI દ્વારા બનાવેલા રમતના વિવિધ પાસાઓની સમીક્ષા કરવાની અને તે વિશે વળતો જવાબ આપવાની જરૂર પડશે. કંપની ઈચ્છે છે કે, માનવીની સર્જનાત્મક વિચારસરણી અને તેનો અનુભવ ગ્રોકની સમજણ વધારવા માટે ઇચ્છે છે, જેનાથી AI એવી રમતો બનાવી શકે છે, જે ફક્ત તકનીકી રીતે સચોટ જ નહીં પણ રમવામાં પણ આનંદદાયક હોય.

તેના માટે જરૂરી લાયકાત: ગેમ ડિઝાઇન અથવા કમ્પ્યુટર સાયન્સમાં મજબૂત પૃષ્ઠભૂમિ, ઇન્ડી ગેમ ડેવલપમેન્ટમાં અનુભવ, પોતે બનાવેલી રમતોનો પોર્ટફોલિયો, ગેમ મિકેનિક્સ અને વાર્તા કહેવાની ખુબ સારી સમજણ, અને AI-આધારિત ગેમ ટેસ્ટિંગ અથવા તેને આગળ વધારવામાં અનુભવ હોય તો તે માટે બોનસ પોઈન્ટ્સ.
કંપની એવા લોકોને પણ શોધે છે, જેઓ પોતે પણ રમતો રમવાનું પસંદ કરતા હોય, એટલે કે ગેમિંગનો શોખ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
કાર્ય સેટઅપ અને શરતો: નોકરી પાલો અલ્ટો, કેલિફોર્નિયામાં સ્થિત છે. વર્ક ફ્રોમ હોમ (રિમોટ) પણ ઉપલબ્ધ છે. પ્રથમ બે અઠવાડિયા સવારે 9:00 થી સાંજે 5:30 PST સુધી કામ કરવાનું રહેશે. તે પછી, સમય ઝોનમાં છૂટછાટ આપવામાં આવશે. USAમાં વ્યોમિંગ અને ઇલિનોઇસના રહેવાસીઓ અરજી કરવા માટે પાત્ર નથી. વિઝા સ્પોન્સરશિપ આપવામાં આવશે નહીં.

રિમોટ કાર્ય માટે આવશ્યકતાઓ: Mac (macOS 11 અથવા તેથી વધુ) અથવા Windows 10 કમ્પ્યુટર, સારું ઇન્ટરનેટ અને સ્માર્ટફોન.
આ નોકરી પ્રતિ કલાક 45થી 100 ડૉલરની વચ્ચે ચૂકવી શકાય છે (દા.ત.,રૂ. 3800 અને રૂ. 8400). ઓછામાં ઓછું ધારીએ તો પણ, તમે પ્રતિ કલાક રૂ. 3800 કમાઈ શકો છો. તમારા કામનો સમય દરરોજ 8 કલાકનો રહેશે. માસિક પગાર રૂ. 900000થી વધુ હશે.
પૂર્ણ-સમયના કામદારોને તબીબી લાભ મળી શકે છે. પાર્ટ-સમયના કામદારોને કોઈ લાભ મળશે નહીં. લાભ એના પર પણ આધારિત રહેશે કે તમે ક્યાં દેશમાંથી છો.

