- Sports
- ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ભારતમાં રમતા જોઇ શકે છે ફેન્સ, જાણો કેવી રીતે
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ભારતમાં રમતા જોઇ શકે છે ફેન્સ, જાણો કેવી રીતે

પોર્ટુગીઝ સ્ટાર ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હાલમાં જ સાઉદી અરબ ક્લબ અલ-નાસર FC સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આ ક્લબ વચ્ચે 20 મિલિયન યુરો (લગભગ 17.54 કરોડ રૂપિયા)ની વાર્ષિક ડીલ થઇ છે. આ કોન્ટ્રાક્ટના કારણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારો ફૂટબૉલર બની જશે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ અલ-નાસર સાથે વર્ષ 2025 સુધી માટે કોન્ટ્રાક્ટ કર્યો છે.
37 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું અલ-નાસર સાથે જોડાવું એશિયન ફૂટબૉલ માટે એક સારા સમાચાર છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ભારતીય ફેન્સ સેલિબ્રેશન મનાવી શકે છે કેમ કે, આગામી સમયમાં આ દિગ્ગજ ખેલાડી પોતાના નવા ક્લબ સાથે ભારતનો પ્રવાસ કરી શકે છે. અલ-નાસર સાથે કોન્ટ્રાક્ટ કરવાના કારણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે AFC ચેમ્પિયન્સ લીગ (એશિયાની મુખ્ય પ્રતિયોગિતા)માં પ્રતિસ્પર્ધા કરશે.
વર્ષ 2023-24 માટે AFC ચેમ્પિયન્સ લીગમાં સાઉદી અરબ માટે 3 ગ્રુપ સ્ટેજ અને એક પ્લેઓફ રાઉન્ડ સ્લોટ રિઝર્વ છે. સાઉદી અરબ તરફથી ટોપ પોઝિશન 2021-22ની સાઉદી પ્રો લીગ (SPL) ચેમ્પિયન અલ-હિલાલે લીધી છે. બાકી બે બર્થ 2022-23માં SPL ચેમ્પિયન અને વર્ષ 2022-23માં ઘરેલુ કપ ચેમ્પિયન માટે અનામત છે. અલ ફેહા પહેલા જ કિંગ્સ કપ 2022-23ના ચેમ્પિયનના રૂપમાં પ્લેઓફ રાઉન્ડ માટે ક્વાલિફાઇ કરી ચૂકી છે.
પરિણામે જો અલ-નાસર લીગ કે ઘરેલુ કપ જીતે છે તો તેને AFC ચેમ્પિયન્સ લીગમાં સીધો પ્રવેશ મળશે. જો કે, સાઉદી અરબ અને ભારત AFC પશ્ચિમ ક્ષેત્ર સાથે સંબંધિત છે. એવામાં અલ-નાસર લીગ સ્ટેજમાં એક ભારતીય ક્લબનો સામનો કરી શકે છે, પણ શરત સાથે કે તે એક જ ગ્રુપમાં રાખવામાં આવે. એવી પરિસ્થિતિમાં ગ્રુપ ચરણમાં બે લેગમાંથી એકમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ISL ક્લબનો સામનો કરવા માટે ભારત આવી શકે છે.
ભારત પાસે AFC ચેમ્પિયન્સ લીગ 2023-24માં એક ડિરેક્ટર ગ્રુપ સ્ટેજ સ્લોટ છે. આ સ્લોટ માટે નિર્ણય 2021-22 અને 2022-23ના ISL વિનર્સ શિલ્ડ વિજેતાઓ વચ્ચે થનારા પ્લેઓફ દ્વારા થશે. 2021-22ના ISL લીગના વિનર્સ શિલ્ડ જમશેદપુર FCએ જીતી હતી એટલે કે, જમશેદપુર FC પ્લેઓફમાં એન્ટ્રી કરી ચૂકી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફિફા વર્લ્ડ કપ 2022માં પણ ભાગ લીધો હતો, જ્યાં પોર્ટુગલનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નહોતું અને તેની સફર ક્વાર્ટર ફાઇનલમાં જ સમાપ્ત થઇ ગઇ હતી. પોતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે પણ આ ટૂર્નામેન્ટ ખૂબ ખરાબ રહ્યું હતું અને તે માત્ર એક ગોલ કરી શક્યો હતો.
Related Posts
Top News
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Opinion
-copy.jpg)