- Offbeat
- કેવી રીતે કરાય છે ભારતના વડાપ્રધાન માટે રસોઈયાઓની પસંદગી, તેમની પાસે કઈ ડિગ્રી હોવી જરૂરી?
કેવી રીતે કરાય છે ભારતના વડાપ્રધાન માટે રસોઈયાઓની પસંદગી, તેમની પાસે કઈ ડિગ્રી હોવી જરૂરી?

દેશના વડાપ્રધાનનું ભોજન બનાવવું માત્ર એક કુકિંગ કામ નથી, પરંતુ આ જવાબદારી દેશની સુરક્ષા સાથે પણ જોડાયેલી છે. સામાન્ય રસોડાથી જેમ અહી માત્ર સ્વાદને જ ધ્યાનમાં લેવામાં આવતો નથી, પરંતુ દરેક સ્ટેપ પર સુરક્ષાની એક અદૃશ્ય દીવાલ હોય છે. વડાપ્રધાન માટે ભોજન બનાવનારા રસોઈયાઓને કોઈ રેસ્ટોરાં કે હૉટલમાંથી લાવવામાં આવતા નથી, પરંતુ ખૂબ જ સખત પ્રક્રિયા પછી તેમની પસંદગી કરવામાં આવે છે, જે જાણીને તમે દંગ રહી જશો.

વડાપ્રધાન માટે રસોઈયાને પસંદ કરવા માટે કોઈ સીધી અરજી કે ઓપન ઇન્ટરવ્યૂ નથી થતું. મોટાભાગના રસોઈયા પહેલાથી જ ભારત સરકારના પ્રેસિડેન્સી સ્ટાફ, રાષ્ટ્રપતિ ભવન અથવા VIP કેટરિંગ વિભાગમાં તૈનાત રહે છે. આ લોકો વર્ષો સુધી VVIP ડિનર, ઇન્ટરનેશનલ સમિટ અને સ્ટેટ ઇવેન્ટ્સમાં રસોઈ બનાવી ચૂક્યા હોય છે. તેમના અનુભવની સાથે-સાથે, તેમની વફાદારી અને વ્યવહારને પણ ઊંડાણપૂર્વક તપાસવામાં આવે છે. કેટલીક વખત વડાપ્રધાન પોતે પોતાના વિશ્વાસુ જૂના રસોઈયાને લાવવા માટે મંજૂરી માગી શકે છે, પરંતુ ત્યારે પણ પોલીસ વેરિફિકેશન, ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) ક્લિયરન્સ અને સંપૂર્ણ બેકગ્રાઉંડની તપાસ કરવી અનિવાર્ય છે.

રસોઈ કૌશલ્યની વાત કરીએ તો, વડાપ્રધાનના રસોઈયા પાસેથી ન માત્ર સ્વાદિષ્ટ ભોજન બનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ તેણે ફાઇવ સ્ટાર હૉટલના સ્ટાન્ડર્ડની સ્વચ્છતા, હાઇજિન અને હેલ્થ સેફ્ટી નોર્મ્સનું પૂરું પાલન કરવુંવાનું હોય છે. મોટાભાગના રસોઈયાઓએ હૉટલ મેનેજમેન્ટ અથવા કુલિનરી આર્ટ્સમાં ટ્રેનિંગ લીધેલી હોય છે. તેમણે ભારતીય વ્યંજન તેમજ ઇન્ટરનેશનલ ડિશો વગેરેમાં નિષ્ણાત રહેવું પડે છે, જેથી કોઈપણ વિદેશી મહેમાન માટે ભોજનનું સ્તર અકબંધ રહે.
સત્તાવાર રીતે, વડાપ્રધાનના રસોઈયા બનવા માટે કોઈ નિશ્ચિત ડિગ્રીની જરૂરિયાત હોતી નથી, પરંતુ સામાન્ય રીતે આવા રસોઈયાઓ પાસેથી આ બધી અપેક્ષા રાખવામાં આવે છે. જેમ કે પ્રોફેશનલ હૉટલ મેનેજમેન્ટ અથવા કુલીનરી આર્ટ્સનો કોર્સ (જેમ કે IHM - ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટમાંથી ડિપ્લોમા અથવા ડિગ્રી). 5 સ્ટાર હૉટલ્સ અથવા મોટા રેસ્ટોરાંમાં કામ કરવાનો અનુભવ સિવાય વિવિધ રિજનલ, નેશનલ અને ઇનટરનેશનલ ફૂડમાં એક્સપર્ટ હોવું. હાઇ ક્લાસ સફાઈ, પ્રેઝન્ટેશન અને હેલ્થ સેફ્ટી સ્ટાન્ડર્ડ સમજવું પણ જરૂરી હોય છે. ઘણી વખત જૂના અનુભવી રસોઈયા જેમને VIP ડિનર, ઇવેન્ટ્સ અથવા ઇન્ટરનેશનલ ગેસ્ટ્સ માટે રસોઈ બનાવવાનો બહોળો અનુભવ હોય, તેમને પસંદ કરવામાં આવે છે.
Related Posts
Top News
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Opinion
