- Offbeat
- જુ઼ડવા બહેનોએ બનાવ્યો એવો વીડિયો, લોકોએ કહ્યું-જાણે મિરરની સામે એક જ છોકરી છે
જુ઼ડવા બહેનોએ બનાવ્યો એવો વીડિયો, લોકોએ કહ્યું-જાણે મિરરની સામે એક જ છોકરી છે

સોશિયલ મીડિયા પર ક્યારેક એવું પણ વાયરલ થઈ જાય છે જેને જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાઈ જતા હોય છે. આજકાલ જમૈકાની બે ટ્વીન્સ બહેનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈન સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે. આ વીડિયોમાં બંને બહેનોએ કમાલ કરી દીધો છે. અસલમાં જમૈકાની બે જુડવા બહેનો ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે. તેમનું નામ શારોના અને કારોના છે.
તેમના ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. હાલમાં જ તેમનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એક મિરર ઈમેજ બનાવતી જોવા મળી છે. આ વાયરલ વીડિયોને જોતા તમને એવું જ લાગશે કે જાણે એક છોકરી મિરરની સામે ઊભી રહીને ડાન્સ કરી રહી છે. પરંતુ એવું નથી, વીડિયોના અંતમાં બંને બહેનો જોવા મળતા લોકોને ખબર પડે છે કે બંને બહેનો એકબીજાની સામે ઊભી રહીને આ ડાન્સ કરી રહી હતી અને બંને એક જેવા એક્સપ્રેશન એક જ સમયે કરી રહી હતી.
એક જેવો જ મેક અપ, કપડાં અને સામ સામે ઉભેલી હોવાને કારણે પહેલી નજરમાં સૌને એમ જ લાગે છે કે તે બે નહીં પરંતુ એક જ છોકરી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો, સાથે લોકો કન્ફ્યુઝ પણ થઈ ગયેલા જોવા મળે છે. દુનિયામાં એવા ઘણા આઈડેન્ટીકલ ટ્વિન્સ હોય છે જે એક સરખા દેખાય છે અને લોકો તેમને ઘણી લખત સમજવામાં ગોથે ચડી જતા હોય છે. તેવું આ વીડિયોમાં છે. પહેલા લાગે છે કે એક છોકરી છે પરંતુ વીડિયોના અંતમાં બે બહેનો હોવાનું જાણવા મળે છે.
બંને બહેનોના વીડિયોઝ અને ફોટાને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. મોટેભાગે બંને બહેનો એક જેવા જ કપડાં, મેકઅપ અને એક્સપ્રેશન આપતી હોવાને લીધી લોકો ઘણી વખત બંનેને સમજવામાં કન્ફ્યુઝ થયેલા જોવા મળે છે. બંને બહેનોના અકાઉન્ટમાં 18કે કરતા પણ વધુ ફોલોઅર્સ છે અને તેમના કોઈ પણ ફોટા કે વીડિયોને પોસ્ટ કરવાની સાથે જ થોડાક સમયમાં તેમને હજારો લાઈક્સ અને કોમેન્ટ મળતી હોય છે.