આસામના મુખ્યમંત્રી હિંમતા સરમાએ કહ્યુ- મુસલમાનોના મત જોઇતા નથી, કારણ કે..

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, જેમણે તાજેતરમાં શાકભાજીના વધતા ભાવ માટે 'મિયા મુસ્લિમો'ને જવાબદાર ઠેરવ્યા હતા, હવે મુખ્યમંત્રીએ એવું કહી દીધું છે કે તેમને હમણા મુસલમાનોના મત જોઇતા નથી.CM હિમંતા બિસ્વા સરમાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ વોટ બેંકની રાજનીતિ નહીં કરે. તેમણે દાવો કર્યો કે તેઓ વિકાસને રાજકારણ સાથે જોડતા નથી. કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવતા સરમાએ કહ્યું કે કોંગ્રેસનો મુસ્લિમો સાથેનો સંબંધ વોટનો છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ કહ્યુ કે, તેઓ પહેલાં મુસલમાનો માટે 10-15 વર્ષ કામ કરશે અને પછી તેમની પાસે વોટ માંગશે.તેમણે કહ્યું કે, અત્યારે અમને મુસ્લિમ મત નથી જોઈતા. તમામ સમસ્યાઓ વોટબેંકની રાજનીતિને કારણે છે. હું દર મહિને એકવાર મુસ્લિમ વિસ્તારોની મુલાકાત લઉં છું, તેમના કાર્યક્રમોમાં ભાગ લઉં છું અને લોકોને મળું છું, પરંતુ હું રાજકારણને વિકાસ સાથે જોડતો નથી. હું ઇચ્છું છું કે મુસ્લિમો એ અહેસાસ કરે કે કોંગ્રેસ સાથે તેમનો સંબંધ મતોને લઈને છે.

આસામાના મુખ્યમંત્રી હિમંતા પર પર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નિવેદન આપવાના આરોપ લાગતા રહે છે. ગયા મહિને, જ્યારે તેમને ગૌહાટીમાં શાકભાજીના વધતા ભાવ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે CM સરમાએ જવાબ આપ્યો કે તેની પાછળ ‘મિયા વેપારીઓ’નો હાથ છે. જોકે હવે CM હિમંતાએ   કહ્યું છે કે પોતે મુસલમાનો માટે કામ કરવા માંગે છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે મને હમણાં મત નહીં આપતા. મને આગામી 10 વર્ષ મારા વિસ્તારમાં વિકાસ કરવા દેજો. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છુ કે બાળ- વિવાહ ખતમ થાય, મદરેસામાં જવાનું બંધ કરીને તમે કોલેજોમાં જાઓ. હું ખાસ કરીને મુસ્લિમ દીકરીઓ માટે 7 કોલેજોના ઉદઘાટન કરવા જઇ રહ્યો છું.

CM હિમંતાએ કહ્યું કે, હું 10-15 વર્ષ મુસલમાનો માટે કામ કરીશ, પછી તેમની પાસે જઇને વોટ માંગીશ. જો અત્યારે હું તેમની પાસે મત માંગીશ તો તેમને એવું લાગશે કે અમારો લેણ-દેણનો સંબંધ છે. મેં આસામમાં અગાઉની વિધાનસભા ચૂંટણીમાં પણ મુસ્લિમ વિસ્તારોમાં પ્રચાર નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2016 અને વર્ષ 2020ની ચૂંટણીમાં મુસ્લિમ વિસ્તારમાં પ્રચાર માટે નહોતો ગયો. મેં તે વખતે કહ્યુ હતું કે હું ચૂંટણી જીત્યા પછી જ તેમના વિસ્તારમાં આવીશ. આ વખતે પણ તેમને કહેવા માંગુ છું કે તમે જેને ઇચ્છો તેનો   વોટ આપો. ભાજપ તમારા વિસ્તારમાં પ્રચાર નહીં કરે.

2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 126માંથી 60 બેઠકો જીતીને સતત બીજી વખત સરકાર બનાવી હતી. સર્બાનંદ સોનોવાલ 2016-2021 સુધી મુખ્યમંત્રી હતા. તે કાર્યકાળ દરમિયાન હિમંતા આરોગ્ય મંત્રી હતા. 2021માં ચૂંટણી જીત્યા બાદ તેઓ આસામના મુખ્યમંત્રી બન્યા. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભાજપની પકડ મજબૂત કરવાનો શ્રેય પણ હિમંતાને જાય છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.