- Politics
- BJP નેતાના ખિસ્સામાંથી કોઈ 50 હજાર તફડાવી ગયું? ભાવુક થઈને બોલ્યા- ‘આખું બંડલ પડી ગયું છે, પ્લીઝ પાછ...
BJP નેતાના ખિસ્સામાંથી કોઈ 50 હજાર તફડાવી ગયું? ભાવુક થઈને બોલ્યા- ‘આખું બંડલ પડી ગયું છે, પ્લીઝ પાછા આપી દો’
પર્સ પડી ગયું છે, 50 હજાર રૂપિયાનું આખું બંડલ છે. કૃપા કરીને જે પણ કાર્યકર્તાને મળી ગયું હોય, તે મોટું દિલ બતાવતા આપણાં મંડળના મહામંત્રીને આપી દેશે..’ ભાજપના કિસાન મોરચાના મહાનગર પ્રમુખ પંકજ ભારદ્વાજે એક નેતાના ખિસ્સામાંથી 50 હજાર રૂપિયા ગુમ થયા બાદ સ્ટેજ પર આ વાત કહી હતી. હકીકતમાં, નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીના ભવ્ય સ્વાગત સમારોહ દરમિયાન, સ્થાનિક પાર્ટીના નેતાના ખિસ્સામાંથી 50 હજાર રૂપિયાની રોકડ ગાયબ થઈ ગઇ હતી. આ ઘટના કાર્યક્રમ સ્થળ પર ઉપસ્થિત મોટી ભીડ વચ્ચે બની હતી, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ કિસાન મોરચાના મહાનગર પ્રમુખ પંકજ ભારદ્વાજ પણ કાર્યક્રમમાં હાજર હતા. જ્યારે નેતાને ખબર પડી કે તેમના ખિસ્સામાંથી પૈસા નીકળી ગયા છે અથવા પૈસા પડી ગયા છે, ત્યારે તેમણે શરૂઆતમાં આસપાસ શોધખોળ કરી, પરંતુ પૈસા ક્યાંય ન મળ્યા. પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. જ્યારે બધા પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે પંકજ ભારદ્વાજ સ્ટેજ પર પહોંચ્યા અને માઇક્રોફોન લીધો. ત્યાં હાજર કાર્યકરો અને લોકોને ભાવુક અપીલ કરી. તેમણે કહ્યું કે જો કોઈ કાર્યકર્તાને ભૂલથી આ 50 હજાર રૂપિયા મળી ગયા હોય, તો તે મોટું દિલ બતાવતા પૈસા પાછા આપી દે.
https://twitter.com/askrajeshsahu/status/2005259177107869809?s=20
આ દરમિયાન કોઈએ તેમનો આજીજી કરતો વીડિયો રેકોર્ડ કરી લીધો, જે જોત જોતામાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. લોકો આ વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સ કટાક્ષમાં પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો કોઈ મોટા શાસક પક્ષના કાર્યક્રમમાં નેતાઓના ખિસ્સા સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું હાલત હશે? કેટલાક લોકો તેને ભીડની બેદરકારી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેને સીધા ખિસ્સાકાતરવાની ઘટના ગણાવી રહ્યા છે. આ બાબત સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ચર્ચાઈ રહી છે.
હેરાનીની વાત એ છે કે આટલી મોટી ઘટના સાર્વજનિક થવા છતા, પોલીસમાં કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ ઘટનાએ ભાજપના કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમમાં ખિસ્સા કાતરવાની ઘટના બનાવી મોટી વાત છે. આ મામલો ગાઝિયાબાદ અને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે, અને લોકો વાયરલ વીડિયો પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.

