અધિવેશન પહેલા શક્તિસિંહની ઓફિસમાં જ ગુજરાત કોંગ્રેસના 2 નેતા બાખડ્યા

ગુજરાતમાં 64 વર્ષ પછી અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે મળવાનું છે એના 3 દિવસ પહેલા કોગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઓફિસમાં કોંગ્રેસના 2 નેતાઓ બાખડ્યા હતા.

રાષ્ટ્રીય અધિવેશનના અનુસંધાનમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસંહ ગોહિલની ઓફિસમાં અમિત ચાવડા, ઉષા નાયડુ, શાહનવાઝ, નિરવ બક્ષી, ગ્યાસુદીન શેખ અને ભરત મકવાણા હાજર હતા. ગ્યાસુદીન શેખ પૂર્વ ધારાસભ્ય છે અને ભરત મકવાણા 2024ની લોકસભા લડ્યા હતા. ગ્યાસુદીને લોકસભાની ચૂંટણીનો ભરત મકવાણા પાસે હિસાબ માંગતા વાત વણસી હતી. ગ્યાસુદીને અપશબ્દો બોલવા માંડ્યા હતા અને ભરત મકવાણાનો કોલર પકડી લીધો હતો. મારામારી સુધી વાત આવી જતા કોંગ્રેસ નેતાઓ વચ્ચે પડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

Related Posts

Top News

સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

સુરત જે રીતે નેચરલ ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં દુનિયામાં  નંબર વન છે તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડમાં પણ લીડર છે. ...
Business 
સુરત લેબગ્રોન ડાયમંડનું લીડર છતા 7486 કરોડની આયાત કેમ કરવી પડી?

શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે ઉત્તર કેમ્પસ સ્થિત DUSUની અધ્યક્ષ ઓફિસમાં ...
National 
શું છે દિલ્હી યુનિવર્સિટીનો પ્રોટોકોલ, જાણો રાહુલ ગાંધીની મુલાકાત પર કેમ થયો વિવાદ

પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં, ચાલતા વાહનો અચાનક બંધ થવા લાગ્યા. કોઈની ગાડી રસ્તાની વચ્ચે બંધ પડી ગઈ અને કોઈની...
National 
પેટ્રોલ પંપ પર ડીઝલને બદલે પાણી ભરી આપ્યું! વાહનો રસ્તામાં બંધ પડી ગયા, તપાસમાં આ વાત સામે આવી

‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે શુક્રવારે (23 મેના રોજ) લખનૌમાં મેચ રમાઈ હતી. સનરાઇઝર્સ...
Sports 
‘ક્યારેક-ક્યારેક હારવું પણ જરૂરી છે, કેમ કે..’, SRH સામે હાર્યા બાદ RCBના કેપ્ટને એમ શા માટે કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.