- Politics
- અલ્પેશનો ગણેશ પણ પ્રહાર, કહ્યું- ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી
અલ્પેશનો ગણેશ પણ પ્રહાર, કહ્યું- ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી
-copy54.jpg)
ગોંડલ નજીક સુલતાનપુરમાં યોજાયેલી એક જાહેરસભામાં ગણેશ ગંડોલે અલ્પેશ કથિરિયા, એડવોકેટ મેહુલ બોઘરા અને જીગીષા પટેલ સામે નિશાન સાધ્યું હતું અને ગોંડલને બદનામ કરતા હોવાનો આરોપ મુક્યો હતો. ગણેશ ગોંડલે કહ્યું હતું કે, અલ્પેશે માનું ધાવણ પીધું હોય તો ગોંડલ આવે.
અલ્પેશ કથિરીયા PASS અને ભાજપના નેતા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને કથિરિયાએ લખ્યું કે, ગોંડલ કરો સ્વાગતની તૈયારી, તા. 27 એપ્રિલ, 2025ને રવિવાર. આખા ગોંડલમાં ફરવા માટે આવી રહ્યા છે. તો સામે ગણેશ ગોંડલે પણ પોસ્ટમાં લખ્યું કે, ભગનતભૂમિ ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલની અઢારે વરણની પ્રજા તૈયાર છે. બંને નેતાઓના નિવેદનથી ગોંડલમાં ટેન્શવ વધી ગયું છે.
અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને જવાબ આપ્યો હતો કે ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી, અમારે ગણેશના સર્ટિફિકેટની જરુર નથી. અમે ગોંડલમાં સિક્યુરિટી વગર જઈશું,સમાજને એક કરવા ગુજરાત ખૂંદીશુ. પાટીદાર સમાજ માટે જે જરુર હશે તે કરીશું. ગણેશના કુટુંબમાંથી કોણ ચૂંટણી લડશે તે નક્કી નથી. બાપ-બેટો ચૂંટણી વખતે જ ગોંડલમાં નીકળે છે.
Related Posts
Top News
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Opinion
