- Politics
- આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો તો નારાજ થયા કેરળના મુખ્યમંત્રી
આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો તો નારાજ થયા કેરળના મુખ્યમંત્રી
71મા નેશનલ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. બોલિવુડની ઘણી ફિલ્મોએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે. એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને બેસ્ટ ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી કેટેગરીમાં નેશનલ એવોર્ડ્સ મળ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ફિલ્મને નેશનલ એવોર્ડ જીતવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 'ધ કેરળ સ્ટોરી'ની જીતથી મુખ્યમંત્રી વિજયન ખૂબ નારાજ છે.
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, 'જ્યારે આ વર્ષના નેશનલ ફિલ્મ એવોર્ડ્સની થઈ, ત્યારે મલયાલમ સિનેમાએ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી. ઉર્વશી અને વિજયરાઘવનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના એવોર્ડ્સ મળ્યા. તેમણે આ ક્ષણની ચમકને વધારી દીધી. બંનેએ તેમની અનન્ય પ્રતિભાથી મલયાલમ સિનેમાને સમૃદ્ધ બનાવ્યું છે. મને આશા છે કે આ એવોર્ડ્સ મલયાલમ સિનેમાને વધુ ઉત્કૃષ્ટ ફિલ્મો સાથે નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે પ્રેરણા આપશે.'
તેમણે વધુમાં કહ્યું, 'જોકે, કેરળને બદનામ કરવા અને સાંપ્રદાયિકતા ફેલાવવા માટે જુઠ્ઠાણાના આધારે બનેલી ફિલ્મને એવોર્ડ આપીને, નેશનલ એવોર્ડ જ્યૂરીએ ભારતીય સિનેમાની મહાન પરંપરાનું અપમાન કર્યું છે, જે ધાર્મિક ભાઈચારો અને રાષ્ટ્રીય એકતા માટે ઉભી હતી. તેના માધ્યમથી એ સાંપ્રદાયિક એજન્ડાને લાગૂ કરવા માટે સિનેમાને હથિયાર બનાવવાના સંઘ પરિવારના એજન્ડાને લાગૂ કરી રહ્યા છે. અમે તેનો સખત વિરોધ કરીએ છીએ. દેશના દરેક મલયાલી અને તમામ લોકશાહી વિશ્વાસીઓએ આ અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ. આપણે એ રાજનીતિ વિરુદ્ધ એક થવું જોઈએ, જે કલાને સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપવા માટે હથિયાર બનાવે છે.’
શું હતી ફિલ્મની કહાની?
ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ફિલ્મનું ડિરેક્શન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે. એક્ટ્રેસ અદા શર્માએ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વર્ષ 2023માં રીલિઝ થયેલી, આ ફિલ્મ 3 મહિલાઓ લવ જિહાદનો શિકાર થાય છે તેનો અમે ત્યારબાદના અનુભવને બતાવે છે.

