- Politics
- શું BMC ચૂંટણીમાં શિવસેના-UBTની દુર્દશા પાછળ રાજ ઠાકરે જ અસલી ખલનાયક છે?
શું BMC ચૂંટણીમાં શિવસેના-UBTની દુર્દશા પાછળ રાજ ઠાકરે જ અસલી ખલનાયક છે?
મહાયુતિ (ભાજપ-એકનાથ શિંદે શિવસેના)ને BMCમાં મોટી બહુમતી મેળવતી દેખાય રહી છે. સૌથી મોટી દુર્દશા શિવસેના-UBTની થતી દેખાઈ રહી છે. લોકોને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરને સાથે ચૂંટણી લડવી પણ પસંદ આવ્યું નથી. મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામોમાં પણ આ જ સ્પષ્ટ થાય છે. અહીં ભાજપની તસવીર સતત મોટી થઈ રહી છે.
રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપ જબરદસ્ત પકડ બનાવટી દેખાઈ રહી છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં તેની સહયોગી એકનાથ શિંદેની પાર્ટી શિવસેના પણ તેના પ્રભાવવાળા વિસ્તારોમાં જીત નોંધાવી રહી છે. કુલ 2,869 વોર્ડમાંથી 1,553 માટે વલણો સામે આવી ચૂક્યા છે, જેમાં અડધામાં ભાજપને લીડ માલતિ દેખાઈ રહી છે. જો શિવસેનાનો સમાવેશ કરવામાં આવે તો, મહાયુતિ સરેરાશ બે તૃતીયાંશથી વધુ વોર્ડ જીતી શકે છે. કુલ મળીને, મ્યુનિસિપલ બોડી ચૂંટણીના પરિણામો વિધાનસભા ચૂંટણીના પરિણામોના માર્ગે ચાલી રહ્યા છે. અને ઠાકરે બંધુઓનો ‘મરાઠી માણૂસ’ લઈને કરેલા પ્રચારની મતદારોએ અવગણના કરી હોય તેવું લાગે છે.
મરાઠી મતોનું વિભાજન અને બિનઅસરકારક 'મરાઠી ગૌરવ' અભિયાન
ઠાકરે બંધુઓએ ‘મરાઠી માણૂસ’ પર ભાર મૂક્યો હતો અને એક્સિસ માય ઇન્ડિયા અનુસાર, તેમને મરાઠી મતદારોમાં 49% મત હિસ્સો મળ્યો છે. જોકે, મુંબઈમાં મરાઠી મતદારો કુલ મતના 38% છે, જ્યારે ઉત્તર ભારતીયો, ગુજરાતીઓ અને અન્ય સમુદાયો (30-35%) ભાજપની તરફેણમાં મજબૂત રહ્યા. મહાયુતિએ આ બિન-મરાઠી મતોને મજબૂત રીતે એકીકૃત કર્યા. ઠાકરે ગઠબંધનનું માત્ર મરાઠી પર ધ્યાન કેન્દ્રિત કરવું અપૂરતું સાબિત થયું. બિન-મરાઠી ભાષીઓને મરાઠી બોલવા માટે દબાણ કરવાના પ્રયાસોથી ન માત્ર ઉત્તર અને દક્ષિણ ભારતીયો, પણ મરાઠીઓ પણ નારાજ થઇ ગયા.

કોંગ્રેસને બદલે રાજ ઠાકરે સાથે સાથે ગઠબંધન રણનીતિક ભૂલ
ઘણા વિશ્લેષકોએ આને ઉદ્ધવ ઠાકરેની ‘મોટી ભૂલ’ ગણાવી. રાજ ઠાકરેની MNS પહેલેથી જ નબળી હતી (છેલ્લી સ્થાનિક ચૂંટણીઓમાં ખાતું પણ ખોલી શકી નહોતી), અને તેમની સાથે ગઠબંધન કરવાથી ઉદ્ધવ ઠાકરેને કોઈ ખાસ ફાયદો થઈ શકતો નહોતો. આ બધું જાણતા હોવા છતા, ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ છોડીને રાજ ઠાકરેને કેમ પસંદ કર્યા તે સમજણથી બહાર છે.
રાજ ઠાકરેની MNSનો ઇતિહાસ ઉત્તર ભારતીયો વિરોધી રહ્યો છે. તેમની સાથે ગઠબંધન કરવાથી મુંબઈના ઉત્તર ભારતીયો (જે કુલ મતદારોનો મોટો હિસ્સો છે) ઠાકરે ગઠબંધનથી દૂર થઈ ગયા અને ભાજપ-શિંદે જૂથ તરફ જતા રહ્યા.
કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાને બદલે MNSને પસંદ કરવાથી પાર્ટીને લઘુમતી મતો ગુમાવવા પડ્યા. ઉદ્ધવ ઠાકરે ન તો હિન્દુઓના થયા, ન તો મુસ્લિમોના. મુંબઈમાં કોંગ્રેસ વધુ પ્રભાવશાળી હતી. કોંગ્રેસના મતો પણ શિવસેના (UBT)ને ટ્રાન્સફર થયા હોત. જાહેર છે કે, જો તે કોંગ્રેસ સાથે રહેતી તો વધુ સારું પ્રદર્શન શક્ય હતું.
મુંબઈમાં કોંગ્રેસ કરતા MNS સંગઠનાત્મક રીતે પણ નબળી હતી. કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાથી મરાઠી, લઘુમતી અને ઉત્તર ભારતીય મતોનું વધુ સારું સંયોજન શક્ય બન્યું હોત, પરંતુ રાજ ઠાકરે સાથે ગઠબંધન કરવાથી આ સંતુલન બગડી ગયું.

'ઠાકરે બ્રાન્ડ'નું નબળું પડવું અને જનતા સાથેનું જોડાણ તૂટવું
ઠાકરે પરિવારનો 'બ્રાન્ડ' એક સમયે મુંબઈમાં અજેય હતો, પરંતુ 2022માં શિવસેનાના વિભાજન બાદ તે ખૂબ નબળો પડી ગયો છે. ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરેના પક્ષને અસલી શિવસેના તરીકે માન્યતા આપવામાં આવી નહોતી અને ધનુષ્ય અને તીરનું પ્રતિક શિંદે જૂથને આપવામાં આવ્યું હતું. એક સામાન્ય ધારણા બની ગઈ છે કે ઠાકરે પરિવાર સામાન્ય લોકો સાથે હળતો મળતો નથી. જ્યારે ઉદ્ધવ ઠાકરે સત્તામાં હતા, ત્યારે ધારાસભ્યો પણ તેમને મળવા માટે અચકાતા હતા. ભાજપના નેતાઓ અને શિંદે સેનાના નેતાઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ઠાકરે પરિવાર હવે મહારાષ્ટ્રીયનો સાથે પહેલા જેવો સંબંધ જાળવી રાખતો નથી. આ સાથે જ, યુવા અને નવી પેઢીના મતદારોમાં 'ઠાકરે' નામની અપીલ ઘટી ગઈ છે, જ્યારે ભાજપને 18-25 વય જૂથમાં મજબૂત સમર્થન મળ્યું છે.
મહાયુતિની મજબૂત સંગઠનાત્મક શક્તિ અને વિકાસનો એજન્ડા
ભાજપ-શિંદે શિવસેનાએ સંગઠનાત્મક સ્તરે સારું પ્રદર્શન કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેની જોડીએ કેન્દ્રીય યોજનાઓ, વિકાસ પ્રોજેક્ટ્સ અને ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મહાયુતિનો મત હિસ્સો 42-45% હોવાનો અંદાજ છે, જ્યારે ઠાકરે ગઠબંધનનો મત હિસ્સો 32-37% હતો. ભાજપે તેનો બિન-મરાઠી મત આધાર મજબૂત કર્યો, જ્યારે શિંદે સેના મરાઠાઓને પાયાના સ્તરે ગઠબંધનમાં લાવવામાં સફળ રહી.
રાજ ઠાકરેનો તકવાદી અભિગમ મરાઠીઓમાં વિશ્વાસ જગાવી ન શક્યો
રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની રચના કરતી વખતે આશા જગાવી કે તેઓ શિવસેનાના સ્વાભાવિક ઉત્તરાધિકારી બની શકે છે. MNSએ પ્રારંભિક BMC ચૂંટણીઓમાં પ્રભાવ પણ બતાવ્યો. જો કે, સમય જતા MNSનું રાજકારણ અસ્થિર વિચારણાઓથી સંચાલિત થવા લાગી. રાજ ઠાકરેનો તકવાદી અભિગમ (ક્યારેક મરાઠી, ક્યારેક હિન્દુત્વ, ક્યારેક ભાજપની નજીક) મતદારોમાં કાયમી વિશ્વાસ ન અપાવી શક્યો. તેની સાથે જ, તેમના સંગઠનનો કિસતાર ખૂબ ઓછો હતો. સ્થાનિક મુદ્દાઓ પર સ્થિર રાજકારનના અભાવમાં MNS, BMC જેવી ચૂંટણીઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવી ન શકી.
ભાજપનો આક્રમક વિસ્તાર અને શિંદે સેનાને મહત્ત્વ આપવું
BMCમાં ઠાકરે બંધુઓના પતનનું મુખ્ય કારણ ભાજપનો આક્રમક ઉદય છે. છેલ્લા એક દાયકામાં, ભાજપે મુંબઈમાં પોતાનો સંગઠનાત્મક આધાર મજબૂત બનાવ્યો છે. ઉત્તર ભારતીય મતદારો, ગુજરાતી-બનિયા સમુદાય અને હિન્દુત્વવાદી મધ્યમ વર્ગ ભાજપ સાથે સંગઠિત થયા.
ભાજપે BMCમ નાની વિધાનસભાની ચૂંટણી લડી, સંસાધનો, પ્રચાર અને નેતૃત્વ ત્રણેય સ્તર પર લીડ મેળવી. ઠાકરે બંધુઓના વિભાજિત રાજકારણ સામે ભાજપ એક સંગઠિત વિકલ્પ અને આત્મવિશ્વાસી વિકલ્પ તરીકે ઉભરી આવી. શિવસેનાના નેતા એકનાથ શિંદેને પૂરતું મહત્ત્વ આપવામાં આવ્યું. બેઠક વહેંચણીમાં પણ તેમને બરાબર મહત્ત્વ આપવામાં આવ્યું.

