- Politics
- ગુજરાતમાં AAPએ 2 ઉમેદવારો જાહેર કરવાની ઉતાવળ કેમ કરી?
ગુજરાતમાં AAPએ 2 ઉમેદવારો જાહેર કરવાની ઉતાવળ કેમ કરી?

લોકસભા 2024ની ચૂંટણી આમ તો નજીકમાં છે, પરંતુ હજુ સુધી પાર્ટીઓએ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી, ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભરૂચની બેઠક પરથી ચૈતર વસાવા અને ભાવનગરની બેઠક પરથી ઉમેશ મકવાણાનું નામ જાહેર કરી દીધું છે.
જાણવા મળેલી બેઠક મુજબ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે 2 વખત બેઠકો મળી, પરંતુ સીટ શેરિંગ વિશે કોઇ ફાઇનલ નિર્ણય લઇ શકાયો નહોતો. આમ આદમી પાર્ટીએ ઘણી વખત કોંગ્રેસને રજૂઆત કરી, પરંતુ કોંગ્રેસનો જવાબ હતો કે રાહુલ ગાંધી યાત્રા પર છે એ પછી જવાબ મળશે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકના દિલ્હીના નિવાસ સ્થાને બેઠક મળી હતી, જેમાં મુકુલ વાસનિક, સલમાન ખુરશીદ અને અશોક ગેહલોત હાજર હતા તો AAP તરફથી ડો, સંદીપ પાઠક, આતિશી, ગોપાલરાય અને સૌરભ ભારદ્વાજ હાજર રહ્યા હતા. કોંગ્રેસના વલણને કારણે આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા.
Related Posts
Top News
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Opinion
