હાર બાદ DCના કેપ્ટન ડેવિડ વોર્નરે જણાવ્યું કે, શા માટે અક્ષરને બોલિંગ કરવા ન આપી

IPL 2023ની સાતમી મેચમાં રાશિદ ખાન, મોહમ્મદ શમીની શાનદાર બોલિંગ અને સાઈ સુદર્શનની અડધી સદીની મદદથી ગુજરાતે દિલ્હીને 6 વિકેટે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની આ સતત બીજી જીત છે. જ્યારે, આ મેચમાં હાર બાદ દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યું કે, અમે 20 થી 25 રન ઓછા બનાવ્યા. સાઈએ સારી બેટિંગ કરી હતી. જો કે વોર્નરે આ મેચમાં અક્ષરની પાસે બોલિંગ ન કરાવી, જો કરાવી હોતે તો મેચનું પરિણામ કંઈક અલગ જ હોત.

વોર્નરે કહ્યું, 'મને નથી લાગતું કે, હું આશ્ચર્ય પામ્યો હતો, (ગુજરાતના ફાસ્ટ બોલરોને શરૂઆતમાં જે સ્વિંગ મળ્યો હતો તેના પર). તે અપેક્ષા કરતા ઘણો વધારે સ્વિંગ થયો હતો. બીજા છેડે તે થોડો નીચો રહ્યો હતો. તેઓએ બતાવ્યું કે, પરિસ્થિતિ સાથે કેવી રીતે એડજસ્ટ કરવું.' અહીં 6 વધુ રમતો રમવાની છે. પોઈન્ટ પર રહેવું પડશે અને પ્રથમ થોડી ઓવરોમાં તે સ્વિંગની અપેક્ષા રાખવી પડશે. અમે છેક છેલ્લી ઓવર સુધી રમતની અંદર હતા. પરંતુ સાઈએ સારી બેટિંગ કરી. મિલર જે કરે છે તે તો કરે જ છે. ઝાકળ પડવાની સાથે પણ જો તમે 180-190નો સ્કોર નહીં કરો તો તે પડકારજનક હશે. (અક્ષરે બોલિંગ કેમ ન કરી) વિકેટ અને મેચઅપ્સના કારણે તેણે બોલિંગ કરી ન હતી.'

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ રન કેપ્ટન ડેવિડ વોર્નરના બેટમાંથી આવ્યા હતા. તેણે 32 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 37 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય અક્ષર પટેલે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 36 રનની ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી મોહમ્મદ શમી અને રાશિદ ખાને સૌથી વધુ 3-3 વિકેટ પોતાના ખાતામાં ઉમેરી. આ સાથે જ અલઝારી જોસેફ 2 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવવામાં સફળ રહ્યો હતો.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાતે આ મેચ 18.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 48 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 62 રનની શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. અંતે ડેવિડ મિલરે 16 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેણે સાઈ સાથે 5મી વિકેટ માટે 56(29)* રનની ભાગીદારી કરી. દિલ્હી કેપિટલ્સ તરફથી એનરિક નોરખિયાએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. તેમના સિવાય ખલીલ અહેમદ અને મિશેલ માર્શ પણ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.