ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે ચહલની પત્ની ધનશ્રી વર્મા, ચહલે લખ્યું- My woman

હાલમાં જ ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલની વચ્ચે કંઈ પણ સારું ન હોવાના સમાચારે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો હતો. જ્યારે ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નામના આગળથી ચહલ શબ્દ હટાવી દીધો તો અટકળો લગાવવામાં આવી રહી હતી કે, બંનેની વચ્ચે અણબનાવ છે અને બંને અલગ થવા જઈ રહ્યા છે. જો કે, આ સમાચારના થોડા સમય પછી જ બંનેએ ઈન્સ્ટા સ્ટોરી શેર કરીને લોકોને આ સમાચારો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. તેમજ, હવે  ધનશ્રીએ પોતે સામે આવીને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી, જેમાં તેને સત્યતા જણાવી.

ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે ધનશ્રી વર્મા

ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેને જણાવ્યું છે કે, તે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. તેના ઘૂંટણમાં ઈજા થઇ હતી, તે પોતાની લાસ્ટ રીલ બનાવવા દરમિયાન ઈજાગ્રસ્ત થઇ હતી, પણ તેના પછી તે ખૂબ જ દુ:ખમાંથી પસાર થઇ રહી છે, તે આ સમયે ડાન્સ કરવાનું તો દૂર છે, પણ રોજના મહત્વના કામો પણ નથી કરી શકતી. આ જ કારણે તેની ટ્રીટમેન્ટ ચાલુ છે.

 
 
 
View this post on Instagram

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ડિવોર્સના સમાચારોને ફગાવ્યું.

આની સાથે જ ધનશ્રી વર્માએ પોતાના અને યુઝવેન્દ્ર ચહલના વચ્ચે અણબનાવના સમાચારોને ફગાવી દીધા. તેણે જણાવ્યું કે, આ સમયે તે જે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે, તેમાં તેના પરિવારે અને પતિએ તેને સૌથી વધુ સપોર્ટ કર્યો છે અને તેમના જ કારણે તે દુ:ખાવાનો સામનો કરવામાં સક્ષમ રહી છે. તેવી સ્થિતિમાં તેને આવા સમાચારોથી ખૂબ જ દુ:ખ પણ પહોંચ્યું છે.

આ પોસ્ટ પર યુઝવેન્દ્ર ચહલે કમેન્ટ કરીને ધનશ્રીને સપોર્ટ કર્યો હતો. ચહલે કમેન્ટમાં 'માય વુમન' લખ્યું હતું.

આના પહેલા ધનશ્રી વર્માએ ‘ચહલ’ સરનેમ હટાવ્યા પછી પહેલી વાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. તેને પોતાના બે ફોટોને શેર કર્યાની સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘એક રાજકુમારી હંમેશાં પોતાના દુખાવાને શક્તિમાં બદલી દેશે.’ આ પોસ્ટથી તેને દુખાવાનો સંકેત આપ્યો હતો.  

 
 
 
View this post on Instagram

A post shared by Dhanashree Verma (@dhanashree9)

યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે ડિસેમ્બર,2020 મા લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા પર થઇ હતી અને પછી બંને એક-બીજાના નજીક પણ આવી ગયા, પણ ગત કેટલાક દિવસોથી બંનેની વચ્ચે અણબનાવના સમાચારો સાંભળવા મળી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.