ધોનીની હરકત પર ICCના પૂર્વ અમ્પાયર ગુસ્સે, કહ્યું- કદાચ ધોની નિયમોથી ઉપર છે

મહેન્દ્ર સિંહ ધોની, એ ખોટો નહીં હોય શકે. એવું તેના ફેન્સ માને છે. માહી આર્મી કોઈ પણ પરિસ્થિતિમાં મહેન્દ્ર સિંહ ધોનીની ભૂલ માનતી નથી, પરંતુ તેનાથી દુનિયાને કોઈ ફરક પડતો નથી. લોકો તો ખોટાને ખોટું જ કહેશે અને એમ કહેનારાઓમાં ICCના પૂર્વ અમ્પાયર હેરેલ હાર્પર પણ સામેલ થઈ ગયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ મેચમાં વેસ્ટ ટાઇમ કરવા માટે અમ્પાયર્સને બહેસમાં રોકી રાખ્યા અને તેના પર ઘણા લોકોએ આપત્તિ દર્શાવી અને એમ કરનારા લગભગ દરેક વ્યક્તિને માહીના ફેન્સનું ખરું ખોટું સાંભળવું પડ્યું.

પરંતુ આ વાતથી જરા પણ ચિંતિત ન થતા, હરપરે મહેન્દ્ર સિંહ ધોનીની અપમાનજન હરકત પર નારાજગી વ્યક્ત કરી. સાથે જ તેણે કહી સુધી કહી દીધું કે, કદાચ ધોની નિયમોથી ઉપર છે. આ વાત ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી ક્વાલિફાયર-1 મેચમાં ગુજરાત ટાઈટન્સની બેટિંગની 16મી ઓવર અગાઉની છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ અમ્પાયરને ઘેરી લીધો. એ સમયે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમને જીત માટે 30 બૉલમાં 71 રનની જરૂરિયાત હતી, પરંતુ ધોની કોઈ પ્રકારે રિસ્ક લેવાના પક્ષમાં નહોતો.

તે ઈચ્છતો હતો કે તેનો પ્રીમિયમ ડેથ બોલર મથિશા પથિરાના જ ઓવર નાખે, પરંતુ અમ્પાયર્સ એ વાતથી સહમત નહોતા. તેમનું કહેવું હતું કે, શ્રીલંકન બોલર 4 મિનિટ સુધી ફિલ્ડથી બહાર હતો એટલે નિયમો મુજબ ફરી બોલિંગ યોગ્ય થવા માટે તેણે એટલો જ સમય ગ્રાઉન્ડ પર વિતાવવો પડશે અને એ જોઈને ધીનીએ ચાલાકી દેખાડી અને પોતાના ખેલાડીઓ સાથે અમ્પાયર્સને ઘેરી લીધા અને પૂરી 4 મિનિટ સુધી અમ્પાયર્સ સાથે બહેસ કરતા રહ્યા. 4 મિનિટ વીતી ગયા બાદ જ પથિરાના બોલિંગ યોગ્ય થઈ ગયો, પરંતુ આ હરકતે ધોનીને સવાલોના ઘેરામાં લાવી દીધો.

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર પણ આ હરકતથી નારાજ હતા અને હવે હાર્પર પણ તેમની સાથે જ દેખાઈ રહ્યા છે. તેણે સ્પષ્ટ કહ્યું કે, આ હરકત નિશ્ચિત રૂપે સ્પિરિટ ઓફ ક્રિકેટ વિરુદ્ધ હતી. તેણે કહ્યું કે, ધોનીએ મહત્ત્વપૂર્ણ 16મી ઓવરમાં પોતાનું પસંદગીનું બોલિંગ ઑપ્શનનો ઉપયોગ કરવા માટે ટાઇમ વેસ્ટ કર્યો. હું આ નિરાશાજનક દૃશ્યથી બસ એટલો જ નિષ્કર્ષ કાઢી શક્યો છું. મારા માટે સૌથી મોટી સમસ્યા એ છે કે ત્યાં સ્પિરિટ ઓફ ક્રિકેટ અને અમ્પાયર્સને જરાય સન્માન ન મળ્યું.

કેપ્ટન પાસે બોલિંગ ઓપ્શન હતું, પરંતુ તેમને ઇગ્નોર કરવામાં આવ્યા. કદાચ કેટલાક લોકો નિયમ કે આ બાબતે સ્પિરિટ ઓફ ક્રિકેટથી મોટા છે. એ જોવું હંમેશાં નિરાશાનજક હોય છે કે કેટલાક લોકો જીત માટે કઈ હદ સુધી જતા રહે છે. જાહેર છે કે હાર્પરની વાતો વજન તો છે, પરંતુ માહીના ફેન્સ આ વાતો પણ નહીં સાંભળે કેમ કે કે તેમના માટે માહી એ કેપ્ટન છે જેણે પોતાની ટીમને જીત આપવી. એ પણ કોઈ નિયમ તોડ્યા વિના, શું થયું જો તેનાથી સ્પિરિટ ઓફ ક્રિકેટ જેવી અજાણી વસ્તુ હર્ટ થઈ ગઈ તો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.