દ. આફ્રિકા સામે વર્લ્ડ કપ ફાઇનલ કેવી રીતે જીતી શકે છે ભારતીય મહિલા ટીમ

મહિલા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ગુરુવારે 30 ઓક્ટોબર ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત હાંસલ કરી હતી. ટીમે ટૂર્નામેન્ટની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે અત્યાર સુધી એક પણ ICC ટૂર્નામેન્ટ જીતી નથી. આ વર્ષે વર્લ્ડ કપ ફાઇનલમાં જગ્યા બનાવવા પર ભારતીય ટીમ પાસેની પહેલી ICC ટૂર્નામેન્ટ જીતવાની સુવર્ણ તક છે. દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ભારતીય મહિલા ટીમ માટે કેટલીક ખાસ ટિપ્સ આપી છે.

સ્પોર્ટ્સ તક સાથે વાતચીતમાં સુનિલ ગાવસ્કરે ટીમને અભિનંદન આપતા કહ્યું કે, મહિલા ટીમનું સારું પ્રદર્શન જોઈને તેઓ ખુશ થઇ. આટલા મોટા સ્કોરને ધ્યાનમાં રાખતા જેમીમાએ ઇનિંગ સંભાળી. હરમનપ્રીત કૌરે પણ તેને ખૂબ સારી રીતે સાથ કો આપ્યો. દીપ્તિએ પણ સારી બેટિંગ કરી. ફાઇનલમાં જીત અંગે ગાવસ્કરે કહ્યું કે, ‘જે રીતે ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી, તેનાથી એવું લાગે છે કે તેઓ 2 નવેમ્બરના રોજ ફાઇનલમાં સારું પ્રદર્શન કતા જીત હાંસલ કરશે.

Sunil-gavaskar.jpg-2

તેમણે વધુમાં કહ્યું કે, ‘ફાઇનલ મેચમાં આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે અંતિમ ઓવરોમાં મોંઘા ન સાબિત થઈએ. આપણે ઓવરથ્રો પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. ખેલાડીઓએ બિનજરૂરી થ્રૉ કરતા બચવું જોઈએ. જ્યાં રન-આઉટની કોઈ શક્યતા ન હોય ત્યાં થ્રૉ ન કરે અને રન બચાવે. ઓવરથ્રૉના વધારાના રન ઘણી સમસ્યાઓનું ઊભી કરે છે. તો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ફાઇનલમાં જીતનો મંત્ર શું હશે? તો તેમણે કહ્યું કે, ‘ભારતીય ટીમ ઓવરથ્રૉ પર થોડું વધુ ધ્યાન આપે તો વધુ સારું રહેશે. જો તેના આ પર કામ કરે તો ચિંતા કરવાની કોઈ વાત નથી.

તેમણે કહ્યું કે, આ સિવાય એ પણ જોવાની જરૂર છે કે છેલ્લી 5-10 ઓવરમાં કોની પાસે બોલિંગ કરવાની જરૂરિયાત છે, કારણ કે દક્ષિણ આફ્રિકા માટે 7-8 નંબર પર બેટિંગ કરનાર નાદીન ડી ક્લાર્ક એક જબરદસ્ત હિટર છે. તેના માટે કઈ રીતે ફિલ્ડ સેટ કરવી જોઈએ અને કોને બોલ આપવો જોઈએ. બસ આટલું જ વિચારવાની જરૂર છે.

Sunil-gavaskar.jpg-3

તો ભારતીય મહિલા ટીમની બેટિંગને લઈને તેઓ આશ્વસ્ત દેખાયા, તેમણે કહ્યું કે ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય ટીમ 2017માં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય ટીમ પાસે ફાઇનલમાં રમવાનો અનુભવ છે. દક્ષિણ આફ્રિકા પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે. તે જરૂર નર્વસ હશે અને તેનો ભારતીય ટીમને ફાયદો થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.