બુમરાહને કમબેકમાં હજુ લાગી શકે છે ઘણો સમય, IPL-એશિયા કપમાં પણ રમવુ મુશ્કેલ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા હવે ટીમ ઈન્ડિયા અને ફેન્સ માટે ચિંતાનો વિષય બનતી જઈ રહી છે. બુમરાહ લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તે T20 વર્લ્ડ કપ પણ ના રમ્યો. જોકે, IPL 2023માં તેના કમબેક કરવાની આશાઓ હતી પરંતુ, હવે સમાચાર એવા આવી રહ્યા છે કે તે IPL અને ત્યારબાદ જૂન મહિનામાં રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી પણ બહાર રહી શકે છે. એશિયા કપમાં તેના પાછા આવવાની આશા છે.

જસપ્રીત બુમરાહની ઈજા શરૂઆતમાં જેટલી ગંભીર દેખાઈ રહી હતી તેના કરતા આ ઈજા અનેકગણી વધારે ગંભીર હોય તેવુ લાગી રહ્યું છે. તે આશા કરતા વધુ સમય સુધી ભારતીય ટીમમાંથી બહાર રહી શકે છે. IPL ની શરૂઆત એક મહિના બાદ થવાની છે અને આ ટૂર્નામેન્ટમાં તેનું રમવુ મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI અને IPL સાથે સંકળાયેલા લોકોએ સંકેત આપ્યા છે કે, આશરે પાંચ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બહાર રહેલો બુમરાહ સહજ અનુભવ કરી રહ્યો નથી અને તે સંભવિત રૂપથી જ લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહી શકે છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ બુમરાહના ટીમમાં પાછા આવવાને લઈને કોઈ ઉતાવળીયો નિર્ણય કરવા નથી માંગતું અને આ વર્ષે રમાનારા વનડે વર્લ્ડ કપ માટે તેને સંપૂર્ણરીતે ફિટ રાખવા માંગે છે. વનડે વર્લ્ડ કપ આ જ વર્ષે ભારતમાં જ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાવાનો છે. આ પહેલા એશિયા કપ પણ રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટ દ્વારા જસપ્રીત બુમરાહ કમબેક કરી શકે છે. બુમરાહ દેશ માટે છેલ્લીવાર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 માં ગત વર્ષે 25 સપ્ટેમ્બરે રમ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ, તે કોઈપણ મેચ રમ્યા વિના જ ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે, જસપ્રીત બુમરાહ IPL દ્વારા જ ફરી કમબેક કરશે. T20 ફોર્મેટમાં બોલરે એક મેચમાં ચાર ઓવર જ નાંખવાની હોય છે. એવામાં જસપ્રીત બુમરાહ ધીમે-ધીમે પૂરી ફિટનેસ મેળવી લેશે પરંતુ, એવુ નથી થયુ. હવે ટીમ મેનેજમેન્ટ તેના સંપૂર્ણરીતે ફિટ થયા બાદ જ તેને મેદાનમાં ઉતારવા માંગે છે.

Top News

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.