સૂર્યકુમાર યાદવ સાથે તુલના કરવા પર ભડક્યો પાકિસ્તાનનો આ યંગ બેટ્સમેન

ICC મેન્સ ઈમર્જિંગ એશિયા કપ 2023ની અંતિમ લીગ મેચ 19 જુલાઈના રોજ ભારત A અને પાકિસ્તાન Aની વચ્ચે રમાવા જઇ રહી છે. આ મેચ પહેલા પાકિસ્તાન A ટીમના યુવા બેટ્સમેન અને કેપ્ટને એક મોટું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાન A ટીમે નેપાળ અને UAE સામે પહેલી બે મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. તો ભારતીય A ટીમ પણ બે મેચમાં જીત હાંસલ કરીને સેમીફાઈનલમાં પહોંચી ગઇ છે. એવામાં ભારત A અને પાકિસ્તાન Aની મેચ પહેલા પાકિસ્તાન ટીમના યુવા કેપ્ટન મોહમ્મદ હારિસે ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઈ મોટું નિવેદન આપ્યું છે.

જણાવીએ કે, હારિસે અત્યાર સુધીમાં મેદાન પર એવા ઘણાં શોટ્સ રમ્યા છે, તેને જોઈ કોઈપણ તેને મિસ્ટર 360 ડિગ્રી અને સૂર્યકુમાર યાદવ સાથે તુલના કરી રહ્યા છે. જે હારિસને પસંદ આવ્યું નથી.

એક ઈન્ટરવ્યૂમાં મોહમ્મદ હારિસે પોતાની બેટિંગ શૈલી અને તે કઈ રીતે રમે છે તેના પર પ્રતિક્રિયા આપી. તેને જ્યારે એ પૂછવામાં આવ્યું કે, ભારતના ટી20 સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવ સાથે તુલના કરતા તેને પાકિસ્તાનનો 'સૂર્ય' કહેવામાં આવે છે. તો તેના પર હારિસે કહ્યું કે, મારી તુલના સૂર્યા સાથે કરવી જોઇએ નહીં. સૂર્યકુમાર યાદવ 32-33 વર્ષનો છે અને હું 22 વર્ષનો છું. તેમના લેવલ સુધી પહોંચવા માટે મારે હજુ ઘણું કામ કરવાનું રહેશે. સૂર્યાનું પોતાનું અલગ લેવલ છે. ડિવિલિયર્સનું પોતાનું લેવલ છે. હું મારા લેવલ પર બરાબર છું. હું 360 ડિગ્રી ક્રિકેટર તરીકે પોતાનું નામ બનાવવા માગુ છું. નહીં કે તેના નામનો ઉપયોગ કરવા માગું છું. જણાવીએ કે, મોહમ્મદ હારિસને 360 ડિગ્રી ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે.

ખેર, આ ટૂર્નામેન્ટની વાત કરીએ તો, ભારત-A ની કેપ્ટન્સી યશ ઢુલ કરી રહ્યો છે. જે સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં સદી પણ ફટકારી ચૂક્યો છે. ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની આ મેચ 19 જૂલાઈના રોજ રમાશે. જે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. જેને સ્ટાર સ્પોર્ટ્સ પર જોઇ શકાશે.

Top News

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી...
Gujarat 
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
National 
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.