મોટા ભાઈની ભારતીય ટીમમાં એન્ટ્રી, નાનો ભાઈ ફટકારી રહ્યો છે U-19 વર્લ્ડ કપમાં સદી

આ સમયે ભારતીય ક્રિકેટ જગતમાં બે સગા ભાઈ ખૂબ લાઇમલાઇટમાં છવાયા છે. તેમાં મોટો ભાઈ સરફરાજ ખાન અને નાનો ભાઈ મુશીર ખાન છે. સરફરાજ ખાને પોતાની શાનદાર રમતની મદદથી ભારતીય ટીમમાં એન્ટ્રી કરી લીધી છે. હવે તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂની ખૂબ નજીક છે. જ્યારે બીજો ભાઈ એટલે કે મુશીર ખાન અંડર-19 વર્લ્ડ કપમાં સદી પર સદી ઠોકતો જઇ રહ્યો છે. પહેલા 26 વર્ષીય સરફરાજ ખાનની વાત કરીએ જેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં એન્ટ્રી મળી છે.

5 મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં 2 ફેબ્રુઆરીથી રમાશે. આ એક ટેસ્ટ મેચ માટે સરફરાજને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. સાથે જ પ્લેઇંગ ઇલેવનમાં પણ જગ્યા મળવાની આશા ઘણી બધી છે. સરફરાજ ખાને હાલમાં જ ઈન્ડિયા-A ટીમ માટે રમતા ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ સદી ફટકારી હતી. આ બિનસત્તાવાર ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ હતી. આ દરમિયાન સરફરાજ ખાને 160 બૉલમાં 161 રનોની ઇનિંગ રમી. આ દરમિયાન 5 સિક્સ અને 18 ફોર લગાવ્યા. તેના કારણે સરફરાજને ટીમમાં જગ્યા મળી.

બીજી તરફ 18 વર્ષીય મુશીર ખાન આ સમયે અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની બેટથી કેર વર્તાવી રહ્યો છે. વર્લ્ડ કપમાં 25 જાન્યુઆરીએ ભારતીય ટીમે આયરલેન્ડની ટીમને 201 રનથી હરાવી હતી. આ મેચમાં નંબર-3 પર બેટિંગ કરતા મુશીરે 106 બૉલમાં 118 રનોની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 4 સિક્સ અને 9 ફોર લગાવ્યા. મુશીરે આ મેચમાં ઉદય સહારન સાથે મહત્ત્વની પાર્ટનરશિપ પણ કરી. બંનેએ ત્રીજી વિકેટ માટે 151 બૉલમાં 156 રનોની પાર્ટનરશિપ કરી. તેની મદદથી મુશીરને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મુશીરે અમેરિકા વિરુદ્ધ 73 રનોની ઇનિંગ રમી.

આ શાનદાર ખેલાડીની બેટ અહી જ ન રોકાઈ. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મંગળવારે (30 જાન્યુઆરીએ) રમાયેલી મેચમાં વિસ્ફોટક બેટિંગ કરીને સદી ફટકારી. આ મેચમાં મુશીરે 109 બૉલમાં સદી ફટકારી. મેચમાં તેણે 126 બૉલમાં 131 રનોની ઇનિંગ રમી. આ દરમિયાન 3 સિક્સ અને 13 ફોર લગાવ્યા. આ ઇનિંગની મદદથી મેચમાં ટોસ હરીને ભારતીય ટીમે 8 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા. આ મેચ ભારતીય ટીમે મોટા અંતરથી પોતાના નામે કરી લીધી.

About The Author

Related Posts

Top News

આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 17 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (DRC) અને યુગાન્ડામાં ફેલાઈ રહેલા...
World 
આ 3 દેશના પ્રવાસ કરવાનું ટાળવા ભારત સરકારે સલાહ આપી

હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

IPL મેચ પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે હાથ ન મળાવવા બદલ વિરાટ કોહલીને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો અને સોશિયલ મીડિયા...
Sports 
હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?

RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસે દબોચી...
Gujarat 
RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયા સગેવગે કરનાર જોઈન્ટ કસ્ટોડીયન ઝડપાયો

'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?

મહારાષ્ટ્રના સંભાજીનગરના એક યુવક અભિજીત ભગવાનરાવ દીપકેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. અભિજીત સોશિયલ મીડિયા...
National 
'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેના ઘર બહાર મહારાષ્ટ્ર પોલીસ કેમ પહોંચી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.