- Sports
- ‘તેને પહેલી મેચથી જ રમાડવો જોઈતો હતો...’, ઈરફાન પઠાણ કેમ ગુસ્સે થયો?
‘તેને પહેલી મેચથી જ રમાડવો જોઈતો હતો...’, ઈરફાન પઠાણ કેમ ગુસ્સે થયો?
ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય ટીમ સવાલોના ઘેરામાં છે. ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની ODI શ્રેણીમાં ભારતીય ટીમને 2-1થી હરાવી, ભારતીય ધરતી પર ન્યૂઝીલેન્ડની આ પહેલી ODI શ્રેણીમાં જીત હતી. નીતિશ કુમાર રેડ્ડીએ અંતિમ મેચમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. હવે, ઈરફાન પઠાણે નીતિશ રેડ્ડી પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેનું માનવું છે કે નીતિશને પહેલી ODIથી જ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવો જોઈતો હતો.
નીતિશ રેડ્ડીને છેલ્લી 2 મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને પહેલી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. પઠાણે પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે ઈરફાન પઠાણનું માનવું છે કે નીતિશ રેડ્ડીને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં પહેલી મેચથી જ રમાડવો જોઈતો હતો. નીતિશ રેડ્ડીએ જે રીતે 135 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી તે શાનદાર હતી. તેનાથી ખબર પડે છે કે, તેમાં હાર્દિક પંડ્યાના બેકઅપ તરીકે રમવાની ક્ષમતા છે. ભલે તે નિષ્ફળ પણ જાય છે, તો મેનેજમેન્ટે તેના પર વિશ્વાસ કરવો જોઈએ, અને ભારતને એક સારો ઓલરાઉન્ડર મળી જશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 3 મેચની વન-ડે શ્રેણીમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો. તેના સ્થાને નીતિશ કુમાર રેડ્ડીને તક આપવામાં આવી હતી. હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીમાં ભાગ લેવાનો છે. ત્યારબાદ, તે 2026 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વન-ડે શ્રેણીની પહેલી મેચ પોતાના નામે કરી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે બીજી મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરી હતી. ન્યૂઝીલેન્ડે ત્રીજી મેચ 41 રનથી જીતીને શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલી વખત વન-ડે શ્રેણી પર કબજો કર્યો હતો.

