'હવે કોઈ બહાનું નહીં ચાલે', આવી ચેતવણી ગૌતમ ગંભીરને કોણે આપી?

તેંડુલકર-એન્ડરસન ટ્રોફીમાં ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી રહી. લીડ્સ ટેસ્ટમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને હાલમાં શ્રેણીમાં 0-1થી પાછળ છે. આ હાર પછી ટીમ તેમજ મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર ઘણું દબાણ છે. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને કોમેન્ટેટર આકાશ ચોપરાના મતે, જો ટીમ ઈન્ડિયા શ્રેણીમાં વાપસી નહીં કરે, તો ગૌતમ ગંભીર પર પ્રશ્નો ઉભા થવાના છે. કારણ કે ગંભીરને તે બધી જ વસ્તુ મળી છે, જેની તેણે માંગ કરી છે.

Aakash-Chopra
crictracker.com

આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ગંભીર અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં પોતાને સાબિત કરી શક્યો નથી. તેમણે કહ્યું, 'ગૌતમ ગંભીર પર ઘણું દબાણ છે અને આ દબાણ વધી રહ્યું છે. જો તમે ટેસ્ટ ક્રિકેટમાં તેના પ્રદર્શન પર નજર નાખો, તો તમે સમજી શકશો કે તે ઘણી મેચ જીતી શક્યો નથી. તેણે બાંગ્લાદેશ સામે 2 અને ઓસ્ટ્રેલિયા સામે એક મેચ જીતી છે. જ્યારે આપણે ન્યુઝીલેન્ડ સામે ત્રણ, ઓસ્ટ્રેલિયા સામે ત્રણ અને ઇંગ્લેન્ડ સામે એક મેચ હારી ગયા છીએ. તે સતત હારી રહ્યો છે.'

Gautam-Gambhir
hindi.news18.com

પોતાની વાત આગળ વધારતા તેમણે કહ્યું, 'વ્હાઇટ બોલ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું છે. ટીમ સારું રમી રહી છે. પરંતુ મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટમાં પ્રશ્નો ઉભા થવાના છે. આ શ્રેણીમાં ગંભીર પર ઘણું દબાણ છે. જો આ શ્રેણી સારી નહીં ચાલે, તો ગંભીર શું કરી રહ્યો છે તે અંગેનું પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જશે. મને આશા છે કે આ શ્રેણી ટીમ માટે સારી રહેશે.'

Gautam-Gambhir3
crictracker.com

આકાશ ચોપરા કહે છે કે, ગૌતમ ગંભીરને પસંદગીકારો પાસેથી જે જોઈતું હતું તે મળ્યું છે. આવી સ્થિતિમાં, જો ટીમનું પ્રદર્શન હજુ પણ સારું નહીં હોય, તો કોઈ બહાનું સ્વીકારવામાં આવશે નહીં. તેમણે કહ્યું, 'પસંદગીકારોને લાગે છે કે ટીમ મેનેજમેન્ટ જે માંગી રહ્યું છે તે આપવામાં આવી રહ્યું છે. તમે જે પ્રકારના ખેલાડીઓ ઇચ્છો છો, તમે જેટલા ખેલાડીઓ ઇચ્છો છો અને જે ખેલાડી તરફ તમે ઇશારો કરી રહ્યા છો, તે જ આપવામાં આવી રહ્યા છે. તેથી, તમારે પરિણામો પણ આપવા પડશે. હવે કોઈ બહાનું સ્વીકારવામાં આવશે નહીં.'

Gautam-Gambhir2

અહીં તમને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીરના મુખ્ય કોચ તરીકેના કાર્યકાળ દરમિયાન ટીમ ઇન્ડિયાએ 11 મેચ રમી છે. તેમાંથી, ભારતે ફક્ત 3 ટેસ્ટ જીતી છે. ટીમની જીતની ટકાવારી 27.27 છે, જે ખૂબ જ ખરાબ છે. ભારતીય ટીમને ઘરઆંગણે અને વિદેશમાં બંને જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો છે.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.