આજે તો પાકિસ્તાન ભગવાનને પ્રાર્થના કરશે કે બાંગ્લાદેશ સામે ભારત જીતી જાય તો સારું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપનો સુપર ફોર મુકાબલો બુધવારે (24 સપ્ટેમ્બર) છે. મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, અને એની પહેલા બે ટીમ વચ્ચે ટોસ થવાનો છે. જોકે, પાકિસ્તાનના લોકો આ મેચમાં ભારત જીતી જાય એ માટે પ્રાર્થના કરશે.

હકીકતમાં, પાકિસ્તાન મંગળવારે (23 સપ્ટેમ્બર) અબુ ધાબીમાં શ્રીલંકા સામે જીતી ગયું હતું, જેના કારણે, પાકિસ્તાનની એશિયા કપ 2025માં આગળ વધવાની આશા જીવંત રહી હતી. મંગળવારે, પાકિસ્તાને શ્રીલંકા સામે 'કરો યા મરો' મેચમાં 12 બોલ બાકી રહેતા તેમણે 5 વિકેટથી જીત મેળવી લીધી હતી.

India-Bangladesh Match
crictracker.com

આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ ફાઇનલ રમવાની આશા ફરી જીવંત થઈ ગઈ છે. જ્યારે, પાકિસ્તાનની ટુર્નામેન્ટમાંથી બહાર થવાની શક્યતા પણ ઘણી ઓછી થઈ ગઈ છે. જો બુધવારે સુપર ફોરમાં ભારત બાંગ્લાદેશ સામે જીતે છે અને પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવે છે, તો 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ફાઇનલમાં ટકરાઈ શકે છે. એકંદરે, જ્યારે ભારત અને બાંગ્લાદેશ ટકરાશે, ત્યારે પાકિસ્તાનીઓ ભારતની જીત માટે પ્રાર્થના કરશે. ચાલો તો આપણે સમજી લઈએ કે તેઓ આવું શા માટે ઈચ્છે છે...

India-Bangladesh Match
abplive.com

જો ભારત બુધવારે બાંગ્લાદેશને હરાવે છે, તો શ્રીલંકા બહાર થઈ જશે. આનાથી ભારત લગભગ ફાઇનલમાં પહોંચશે. આ દરમિયાન, ગુરુવારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ફાઇનલ માટે સેમિફાઇનલ જેવી હશે. જો બાંગ્લાદેશ ભારતને હરાવે છે, તો સુપર ફોર માટેની રેસ દરેક માટે ખુલ્લી રહેશે. બધી ટીમો પાસે ફાઇનલમાં પહોંચવાની તક બની રહેશે.

પરંતુ બાંગ્લાદેશ જીતી જવાથી તેમને પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપરનું સ્થાન મળશે, જે ફાઇનલમાં પહોંચવાની તેમની શક્યતાઓને લગભગ પાક્કું કરશે. પરંતુ, પાકિસ્તાને આવતીકાલે (25 સપ્ટેમ્બર) બાંગ્લાદેશને હરાવવું પડશે. આ સ્થિતિમાં, તેઓ ઇચ્છશે કે, બાંગ્લાદેશ ભારત સામે હારી જાય.

India-Bangladesh Match
abplive.com

સુપર 4 પોઈન્ટ ટેબલ આ પ્રમાણે છે : ભારત-1 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.689 (ટોચ પર), પાકિસ્તાન-2 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.226 (બીજા સ્થાને), બાંગ્લાદેશ-1 મેચ, 1 જીત, નેટ રન રેટ +0.121 (ત્રીજા સ્થાને), શ્રીલંકા-2 મેચ, 0 જીત (આગામી રાઉન્ડમાં બહાર થવાની નજીક).

About The Author

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.