‘..તો હું માફી માગું છું’, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની આ હરકત પર પાકિસ્તાની બોલરે આપી પ્રતિક્રિયા

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી મેજબાન પાકિસ્તાન લીગ સ્ટેજમાંથી જ બહાર થઇ ગયું હતું. ટૂર્નામેન્ટની પહેલી મેચમાં પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ અને પછી ભારતીય ટીમે તેને શરમજનક રીતે હરાવ્યું હતું. ખાસ કરીને ભારતીય ટીમ સામે મળેલી હાર બાદ પાકિસ્તાની ટીમની ખૂબ નિંદા થઇ હતી. ભારત વિરુદ્વ મેચમાં, પાકિસ્તાન માટે અબરાર અહમદને છોડીને કોઇ પણ ખેલાડી ખોસ પ્રભાવિત ન કરી શક્યો. જો કે, અબરારે પણ શુભમન ગિલની વિકેટ બાદ જે પ્રકારનું સેલિબ્રેશન મનાવ્યું, તેને લઇને સોશિયલ મીડિયા પર તેની ખૂબ નિંદા થઇ હતી.

Abrar-Ahmed2
newsbytesapp.com

એવામાં, હવે અબરાર અહમદે શુભમન ગિલની વિકેટ બાદ જે પ્રકારનું સેલિબ્રેશન મનાવ્યું હતું, તેના પર શરમ અનુભવી છે. એશિયન સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં, અબરારે કહ્યું હતું કે, 'એ મારી રીત હતી, મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું છે. કોઇ ઓફિશિયલે મને કહ્યું નથી કે, મેં કંઇક ખોટું કર્યું, પરંતુ એ છતા પણ કોઈને ખરાબ લાગ્યું હોય તો હું માફી માગું છું. મારો ઇરાદો કંઈને પણ દુઃખ પહોંચાડવાનો નહોતો. '

Abrar-Ahmed1
thesportstak.com

અબરાર અહમદના સેલિબ્રેશન પોતે પૂર્વ પાકિસ્તાન ક્રિકેટરોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. ભારત સામેની મેચ બાદ, વસીમ અકરમે અબરારને લઇને કહ્યું હતું કે, હું અબરારની બૉલિંગથી ખૂબ પ્રભાવિત હતો, પરંતુ તેણે જે રીતે સેલિબ્રેશન મનાવ્યું તે ખોટું હતું. આ વસ્તુઓ માટે સમય અને જગ્યા હોય છે. જો તમે જીતી રહ્યા છો, તો સેલિબ્રેશન મનાવો, પરંતુ જ્યારે તમને ખબર છે કે ટીમ મુશ્કેલીમાં છે અને તમે વિકેટ લીધી છે, તો તમારે વિનમ્ર રહેવું જોઈએ, પરંતુ એવું ન થયું અને ન તો કોઈએ તેને કહ્યું.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.