અકમલે પાકિસ્તાની ઓલરાઉન્ડરને આપી હાર્દિક પંડ્યા જેવા બનવાની સલાહ

પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલ ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે, પરંતુ તેણે અત્યારે પણ આ રમત પર નજીકથી નજર બનાવી રાખી છે. હાલમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાન અને એશિયા કપ માટે પોતાની સ્ક્વોડની જાહેરાત કરી હતી, ત્યારબાદ હવે કામરાન અકમલે પાકિસ્તાની સ્ક્વોડ પર પોતાનું મંતવ્ય આપતા ઓલરાઉન્ડર ખેલાડી ફહીમ અશરફને હાર્દિક પંડ્યા જવો બનવાની સલાહ આપી નાખી છે.

કામરાન અકમલે પોતાની યુટ્યુબ છે પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તે પાકિસ્તાની ટીમની સ્ક્વોડ પર પોતાનું મંતવ્ય રાખતો નજારે પડ્યો. આ દરમિયાન તેણે અશરફને મોટી સલાહ આપી નાખી. તે બોલ્યો કે, ‘સૌથી મોટી ખુશીની વાત કે પાકિસ્તાની ટીમમાં ફહીમ અશરફ છે. તે ઓલરાઉન્ડર છે, તેને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા લગભગ 5 વર્ષ થઈ ચૂક્યા છે. તે ટેસ્ટ અને T20 ક્રિકેટ રમી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી પોતાની જગ્યા પાક્કી કરી શક્યો નથી.

કામરાન અકમલે આગળ કહ્યું કે, મારું માનવું છે કે તે એક એવો ઓલરાઉન્ડર છે જે પૂરી બેટિંગ, પૂરી બોલિંગ અને સારી ફિલ્ડિંગ કરે છે. તે એક ટીમમેન છે, પરંતુ મને અફસોસ એ છે કે તે પોતાની જગ્યા પાક્કી ન કરી શક્યો. જ્યારે ભારતીય ટીમની જાહેરાત થાય છે તો તે હાર્દિક પંડ્યા વિના પૂરી થતી નથી. તે એક પરફોર્મર છે, ફહીમે પણ એવું જ બનવું પડશે. તેણે પરિપક્વતા દેખાડવી પડશે. તેણે એવું પ્રદર્શન કરવું પડશે કે આગામી વખત જ્યારે પાકિસ્તાની ટીમની જાહેરાત થાય તો તેમ સૌથી ઉપર ફહીમ અશરફનું હોય. તેણે જવાબદારી ઉઠાવવી પડશે.

ઉલ્લેખનીય છે કે, કામરાન અકમલનું માનવું છે કે, ફહીમ અશરફના આંકડા વધારે સારા રહ્યા નથી અને હવે તેણે એ સુધારવા પડશે. ફહીમ અશરફે પાકિસ્તાન માટે 16 ટેસ્ટ (24 વિકેટ અને 673 રન), 31 વન-ડે (23 વિકેટ અને 218 રન) અને 48 T20 (36 વિકેટ અને 311 રન) મેચ રમી છે એવામાં એ જોવાનું રસપ્રદ રહેશે કે તેને આગામી સમયમાં પાકિસ્તાની ટીમમાં કેટલા અવસર મળે છે.

એશિયા કપ માટે પાકિસ્તાની ટીમ:

અબ્દુલ્લાહ શફીક, ફખર જમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), સલમાન આઘા, ટી. તાહિર, સાઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, ફહીમ અશરફ, હારીસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નાદિર શાહ, શાહીન આફ્રિદી.

 

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.