સરફરાઝની અવગણના થતા ગાવસ્કરે કહ્યું- પાતળા છોકરા જોતા હોય તો મોડલને પસંદ કરો

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે સરફરાઝ ખાનની અવગણના કરવા બદલ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની આકરી ઝાટકણી કાઢી છે. સરફરાઝ ખાન છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. દિલ્હી સામેની રણજી ટ્રોફી મેચમાં સરફરાઝ ખાને દિલ્હી સામે પ્રથમ દાવમાં પણ સદી ફટકારી હતી.

સરફરાઝ ખાનની ટીમમાં પસંદગી ન થવાથી ઘણા વર્તમાન અને પૂર્વ ખેલાડીઓ નારાજ છે. સરફરાઝ ખાને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. હવે ગાવસ્કરે ફોર્મમાં રહેલા સરફરાઝનું સમર્થન કર્યું છે. તેણે પસંદગીકારોને સલાહ આપી છે કે, જો તેઓ પાતળા છોકરાઓ શોધવા માંગતા હોય તો મોડલને પસંદ કરે.

સૂત્રો સાથે વાત કરતાં ગાવસ્કરે કહ્યું, 'જ્યારે સરફરાઝ ખાન સદી ફટકારી રહ્યો છે, ત્યાર પછી તે મેદાનની બહાર બેસી નથી રહેતો, તે ફિલ્ડિંગ કરવા પણ આવે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, તે ફિટ છે. જો તમારે સ્લિમ અને દુર્બળ છોકરાઓ જોઈતા હોય તો તમે ફેશન શોમાં જઈને અમુક મોડલ્સ પસંદ કરી શકો છો. તેમના હાથમાં બેટ અને બોલ આપી દો અને તેમને ટીમમાં સામેલ કરો. તમારી પાસે તમામ આકાર અને દરેક સાઈઝના ક્રિકેટરો ઉપલબ્ધ છે. શરીરની સાઈઝને ન જુઓ, રન અને વિકેટથી તેને પસંદ કરો.

ગાવસ્કરે કહ્યું, 'જો તમે અનફિટ છો, તો તમે સદી ફટકારી શકશો નહીં. એટલા માટે ક્રિકેટ ફિટનેસ સૌથી મહત્વપૂર્ણ છે. તમે યો-યો ટેસ્ટ કરવા માંગો છો કે ગમે તે હોય એમાં મને કોઈ વાંધો નથી, પરંતુ યો-યો ટેસ્ટ એકમાત્ર માપદંડ ન હોઈ શકે. તમારે ખાતરી કરવી પડશે કે, વ્યક્તિ ક્રિકેટ માટે પણ યોગ્ય છે, અને જો તે વ્યક્તિ, ગમે તે હોય, ક્રિકેટ માટે યોગ્ય છે, તો મને નથી લાગતું કે તે ખરેખર મહત્વનું છે.'

અહીં તમને યાદ અપાવી દઈએ કે, સરફરાઝ ખાને તાજેતરમાં સ્વીકાર્યું હતું કે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટમાં તેની પસંદગી ન થતાં તે ખૂબ રડ્યો હતો. સૂત્રોએ ખાનને ટાંકીને કહ્યું, 'જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે મારું નામ ત્યાં નહોતું. હું આખો દિવસ ઉદાસ હતો. અમે ગુવાહાટીથી દિલ્હી જઈ રહ્યા હતા. હું ખૂબ જ એકલતા અનુભવી રહ્યો હતો. હું રડ્યો પણ. મેં મારા પિતા સાથે દિલ્હીમાં વાત કરી. તેમણે મારી સાથે વાત કરી. મેં તેમની સાથે પ્રેક્ટિસ કરી અને પછી સારું લાગ્યું.'

મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાને તાજેતરમાં રણજી ટ્રોફીની આ સિઝનમાં દિલ્હી સામે તેની ત્રીજી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી છે. તેણે 155 બોલમાં 125 રન બનાવ્યા જેમાં 16 ફોર અને 4 સિક્સ સામેલ હતી. ઘણા ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરો ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિથી નારાજ હતા જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટે સરફરાઝ ખાન કરતાં સૂર્યકુમાર યાદવને પસંદ કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે પ્રથમ બે ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગીકારો સમયસર બાકીની બે ટેસ્ટ માટે પણ ટીમની જાહેરાત કરશે. હવે સરફરાઝ ખાનને તક મળશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.