સૂર્યાનો વન-ડે ફોર્મેટને લઈને મોટો દાવો, એશિયા કપ 2023મા ક્રેક થશે આ મુશ્કેલ કોડ

મિસ્ટર ‘360’ના નામથી પ્રખ્યાત સૂર્યકુમાર યાદવ અત્યાર સુધી T20 જેવો જલવો વન-ડેમાં દેખાડવામાં સફળ રહ્યો નથી. તે હાલમાં ICC રેન્કિંગમાં દુનિયાનો નંબર વન T20 બેટ્સમેન છે, પરંતુ વન-ડેમાં આંકડા કંઇ ખાસ નથી. એવામાં મોટા ભાગે એ ચર્ચા થતી રહે છે કે સૂર્યકુમાર યાદવથી વન-ડે ફોર્મેટનો કોડ કેમ ક્રેક થતો નથી. જો કે સૂર્યકુમાર યાદવે હવે આ સવાલ પર પોતે જવાબ આપ્યો છે. તેણે આશા વ્યક્ત કરી કે, તે એશિયા કપ 2023માં આ મુશ્કેલ કોડને ક્રેક કરી લેશે.

30 ઑગસ્ટથી શરૂ થવા જઈ રહેલા એશિયા કપનું આયોજન વન-ડે ફોર્મેટમાં થશે. ભારત 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. સૂર્યકુમાર યાદવે એક સ્પોર્ટ્સ ચેનલ પર કહ્યું કે, ‘જે રોલ મને આપવામાં આવશે, હું તેના માટે તૈયાર છું. આ એક એવું ફોર્મેટ છે, જેમાં હું આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છું. બધા લોકો બોલે છે કે T20 સારી ચાલી રહી છે. T20 પણ વ્હાઇટ બૉલ ફોર્મેટ છે અને વન-ડે પણ વ્હાઇટ બૉલ ફોર્મેટ છે. એવામાં વન-ડેનો કોડ ક્રેક કેમ થઈ રહ્યો નથી?

તેણે કહ્યું કે, આ ફોર્મેટમાં સારું કરવા માટે હું પ્રેક્ટિસ કરી રહ્યો છું. મારા હિસાબે તે ખૂબ ચેલેન્જિંગ ફોર્મેટ છે કેમ કે તેમાં તેને 3 ફોર્મેટની જેમ રમવું પડે છે. પહેલા આરામથી, પછી સારી સ્ટ્રાઈક રોટેટ કરો અને લાસ્ટમાં T20 ટાઇપ. સૂર્યકુમાર યાદવે આગળ કહ્યું કે, વન-ડે ફોર્મેટમાં બેલેન્સ રહેવું ખૂબ જરૂરી છે. તેને લઈને હું પ્રેક્ટિસ કરી રહ્યો છું અને વાત પણ કરી રહ્યો છું. આ બાબતે રાહુલ દ્રવિડ સર, રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે પણ વાત કરું છું. આશા રાખું છું કે, આ ટૂર્નામેન્ટ (એશિયા કપ)થી તે કોડ ક્રેક થઈ જશે.

તેણે કહ્યું કે, પ્રયાસ કરી રહ્યો છું કે ઓછામાં ઓછા ઇન્ટેન્ટ અને અપ્રોચ તો સેમ જ રહ્યા, તે ચેઝ ન કરુ. ક્રિકેટ રમવા માટે ખૂબ મહત્ત્વનું છે. હું પ્રયાસ કરી રહ્યો છું કે, પરિસ્થિતિના હિસાબે કેવી રીતે રમી શકાય. ઉદાહરણ તરીકે જો હું 38મી ઓવરમાં બેટિંગ કરવા ગયો તો સ્ટાર્ટથી એવી રીતે નહીં રમી શકું, જે પ્રકારે T20 રમું છું. ત્યાં એક વિકેટ પડેલી હોય છે અને અહી 4 વિકેટ પડેલી હોય શકે છે. એવામાં મારે પરિસ્થિતિ જોઈને બેટિંગ કરવી પડશે. હું એ જ હિસાબે અભ્યાસ કરી રહ્યો છું જેથી ફોર્મેટને ડીકોડ કરી શકાય.

જેવી તૈયારી ચાલી છે આશા છે કે આ ફોર્મેટ પણ ડીકોડ થઈ જશે. સૂર્યાએ 53 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 46.022ની એવરેજ અને  172.7ની સ્ટ્રાઈક રેટથી 1841 રન બનાવ્યા છે. તેણે 26 વન-ડેમાં 24.33ની એવરેજને 101.39ની સ્ટ્રાઈક રેટથી માત્ર 511 રન બનાવ્યા છે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.