- Sports
- સૌથી મોટી IPL ડીલમાં લાગ્યું ગ્રહણ!, જાડેજા-સેમસન વચ્ચે એક નવો અવરોધ ઉભો થયો
સૌથી મોટી IPL ડીલમાં લાગ્યું ગ્રહણ!, જાડેજા-સેમસન વચ્ચે એક નવો અવરોધ ઉભો થયો
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ચેન્નાઈ સુપર કિંગ્સથી રાજસ્થાન રોયલ્સમાં જવાના માર્ગમાં એક નવો અવરોધ ઉભો થયો છે. સંજુ સેમસનને પણ ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાવા માટે હજુ રાહ જોવી પડશે. બંને ફ્રેન્ચાઇઝી વચ્ચેના સોદામાં એક નવો અવરોધ ઉભો થયો છે. અહીં જાડેજા અને સેમસનની આની અંદર કોઈ સંડોવણી નથી. આ સોદામાં ત્રીજો ખેલાડી ઇંગ્લેન્ડનો સેમ કુરન છે. તે ચેન્નાઈથી રાજસ્થાનમાં જાડેજા સાથે જોડાવાનો હતો. હવે, કંઈક એવું ન ધારેલું બન્યું છે કે જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. રાજસ્થાન રોયલ્સની આ નાની વિગત પર ધ્યાન ન ગયું અને આ ટ્રેડ ડીલ હાલ પૂરતી રોકવામાં આવી છે.
મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે લગભગ 48 કલાક પહેલા આ સ્વેપ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) શરૂ કરી હતી. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી મળી નથી. આ ટ્રેડ હજુ પણ પ્રક્રિયામાં છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. હાલનો આ વિલંબ ટેકનિકલ સમસ્યાને કારણે થયો છે. બંને ટીમોના ચાહકોએ પણ હવે થોડી રાહ જોવી પડશે.
જાડેજાની બદલીમાં સેમસન આવી વ્યવસ્થાનો સૌથી સરળ ભાગ છે, CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બે ભારતીય ખેલાડીઓની સીધી અદલા-બદલી. આ સ્વેપ પોતે કોઈપણ IPL નિયમોનું ઉલ્લંઘન કરતું નથી. મુશ્કેલી ત્યારે ઊભી થાય છે, જ્યારે આ સોદામાં સેમ કુરન CSKથી રાજસ્થાન રોયલ્સ જવાનો પણ સમાવેશ થાય છે. કુરન એક વિદેશી ખેલાડી છે, અને રાજસ્થાનનો વિદેશી ક્વોટા પહેલાથી જ ભરાઈ ગયો છે. હાલની સ્થિતિ અનુસાર, ટીમની પાસે હાલમાં ટીમમાં 8 વિદેશી ખેલાડીઓ છે, જોફ્રા આર્ચર, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, મહેશ તીક્ષણા, ફઝલહક ફારૂકી, ક્વેના મ્ફાકા, નાંન્દ્ર બર્ગર અને લુઆન-ડ્રી પ્રિટોરિયસ. આ ઉપરાંત ફ્રેન્ચાઇઝી પાસે 14 ભારતીય ખેલાડીઓ પણ છે. IPL નિયમો તેમને કુરનને ટીમમાં ઉમેરવાથી રોકે છે સિવાય કે તે 8 ખેલાડીઓમાંથી ઓછામાં ઓછો એક ખેલાડીને રિલીઝ કરવામાં ન આવે.
આ સમગ્ર સોદામાં પૈસા પણ એક મોટો મુદ્દો છે. રોયલ્સ પાસે તેમના પ્લેયર પર્સમાં ફક્ત રૂ. 30 લાખ બાકી છે, જ્યારે કુરનની હરાજીની કિંમત રૂ. 2.4 કરોડ છે. ભલે તેમની કુલ ટીમ 22 ખેલાડીઓની હોય, કે જે મહત્તમ 25 ખેલાડીઓથી ત્રણ ઓછા છે, ફ્રેન્ચાઇઝ વિદેશી સ્લોટ અને ખેલાડીના વર્તમાન કરાર મૂલ્ય બંનેને મુક્ત કર્યા વિના કુરનને લઇ શકતી નથી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, એક સ્પષ્ટ ઉકેલ એ છે કે, રાજસ્થાન રૂ. 2.4 કરોડથી વધુ કિંમતના કોઈ એક વિદેશી ખેલાડીને મુક્ત કરે. ફ્રેન્ચાઇઝ તેના બે શ્રીલંકન સ્પિનરો, વાનિન્દુ હસરંગા (રૂ. 5.25 કરોડ) અને મહિષ તીક્ષણા (રૂ. 4.40 કરોડ)ને મુક્ત કરવાનું વિચારી રહી હોવાનું માનવામાં આવે છે. આનાથી વિદેશી સ્લોટ અને ત્રિ-માર્ગીય અદલાબદલી પૂર્ણ કરવા માટે જરૂરી ભંડોળ તેમને મળી જશે. હવે, રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચેનો આ સોદો 15 નવેમ્બર પછી જ અંતિમ સ્વરૂપ મળવાની અપેક્ષા છે. આગામી મીની-ઓક્શન માટે ખેલાડીઓને જાળવી રાખવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર જ છે.

