આફ્રિદી બોલ્યો- હું પોતાને કહેતો હતો- ‘બહું થઇ ગયું, હું હવે નહીં કરી શકું'

ગયા વર્ષે શ્રીલંકા વિરુદ્ધ થયેલી ટેસ્ટ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખત પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીને ગંભીર ઇજા થઇ હતી. તેના આ કારણે એશિયા કપમાં પણ ભાગ લીધો નહોતો અન પછી તેણે T20 વર્લ્ડ કપમાં વાપસી કરી, જ્યાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ફાઇનલ મેચ કેચ લેતી વખત તેની ઇજા ફરીથી બહાર આવી. ત્યારબાદ શાહીન આફ્રિદી ક્રિકેટથી દૂર જ નજરે પડી રહ્યો છે. તેણે પાકિસ્તાનમાં રમાયેલી બધી મેચોમાં ન રમ્યો, જેનું પરિણામ ટીમને ચૂકવવું પડ્યું અને અત્યારે તે ફરીથી પોતાની ઇજા પર કામ કરી રહ્યો છે. જેને લઇને તેણે કેટલાક મહત્ત્વના ખુલાસા કર્યા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં શાહીન શાહ આફ્રિદીએ પોતાનાઆ રિહેબના મુશ્કેલ દિવસોને યાદ કરતા કહ્યું કે, ‘ઘણી વખત હું હાર માની લેવા માગતો હતો. હું માત્ર એક માંસપેશી પર કામ કરી રહ્યો હતો અને તેમાં સુધાર થઇ રહ્યો નહોતો. મોટા ભાગે કોઇ સેશન દરમિયાન હું પોતાને કહેતો હતો ‘બહું થઇ ગયું, હું હવે નહીં કરી શકું, પરંતુ ત્યારે હું યુટ્યુબ પર પોતાની બોલિંગ જોતો હતો અને પોતાની જાતને કહેતો હતો કે કેટલું સારું કર્યું છે અને તેનાથી મને પ્રેરણા મળી.’

તેણે કહ્યું કે, મેં મારી જાતને થોડું વધુ જોર લગાવવા માટે કહ્યું. ઇજાના કારણે ક્રિકેટથી બહાર થવાનું એક ફાસ્ટ બોલર માટે નિરાશાજનક હોય છે. ઇજાના કારણે શાહીન શાહ આફ્રિદી પાકિસ્તાનમાં આયોજિત થયેલી બધી મેચોથી દૂર હતો. T20 વર્લ્ડ કપ 2022 બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 3 ટેસ્ટ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ અને 3 વન-ડે મેચોમાંથી બહાર રહ્યો. આ સંદર્ભમાં તેણે કહ્યું કે, ‘જ્યારે તમે ઇજાના કારણે પોતાની ઘરેલુ મેચ રમી શકતા નથી તો તે નિરાશાજનક અને મુશ્કેલ હોય છે.

હું ટેસ્ટ મેચ ન રમી શકવાથી વધારે પરેશાન હતો કેમ કે મને ટેસ્ટ ક્રિકેટ વધુ પસંદ છે. એક બોલરને એ વાતથી આંકવામાં આવે છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં કેવું પ્રદર્શન કરે છે અને હું ઇંગ્લેન્ડ વિરુદ્ધ વિકેટ લેવા માગતો હતો. પાકિસ્તાન સુપર લીગ (IPL)ને લઇને શાહીન આફ્રિદીએ કહ્યું કે તે દુનિયાની બેસ્ટ લીગોમાંથી એક છે. અહીં એક બોલરની ક્વાલિટીનું ટેસ્ટ હોય છે. હું તેમાં વાપસી કરતા પડકારનો સામનો કરવા માટે ઉત્સુક છું. ઉપરવાળાની દયાથી હું સારો થઇ રહ્યો છું. હું પોતાની બોલિંગ અને ફિટનેસ બંને પર જ સારી રીતે કામ કરી શકું છું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.