- Sports
- ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનને હરાવ્યા બાદ હાથ ન મળાવ્યા, મેચ બાદ સૂર્યા બોલ્યો- આ જીત...
ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનને હરાવ્યા બાદ હાથ ન મળાવ્યા, મેચ બાદ સૂર્યા બોલ્યો- આ જીત...
એશિયા કપ 2025ના છઠ્ઠા મેચમાં ભારતે પાકિસ્તાનની ટીમને હરાવી છે. ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરીને પાકિસ્તાની ટીમને 7 વિકેટથી હરાવી. મેચ સમાપ્ત થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત સશસ્ત્ર દળોને સમર્પિત કરી. એમ પણ કહ્યું કે અમે પહેલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ, આ જીત અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માગીએ છીએ. આશા છે કે તેઓ અમને પ્રેરણા આપતા રહેશે.
સૂર્યકુમાર યાદવ પોસ્ટ મેચ સેરેમનીમાં પહોંચ્યા, ત્યારે ભીડ હેપ્પી બર્થડે બોલી રહી હતી. તમને જણાવી દઈએ કે કાલે સૂર્યાનો જન્મદિવસ હતો. આ દરમિયાન સૂર્યકુમારે કહ્યું કે આ એક શાનદાર લાગણી છે અને તે ભારતને એક પરફેક્ટ રિટર્ન ગિફ્ટ છે. જ્યારે તમે તેની બાબતે વિચારો છો, ત્યારે તે તમારા મનમાં સતત ચાલતી રહે છે. તમે નિશ્ચિત રૂપે જીતવા માગો છો અને જ્યારે તમે જીતો છો ત્યારે તે એક અદ્ભુત ક્ષણ હોય છે. એક બોક્સ છે જેને હું હંમેશાં ટિક કરવા માગતો હતો, મેચના અંત સુધી બેટિંગ કરવા માગતો હતો.
https://twitter.com/BCCI/status/1967295337590296699
કેપ્ટન સૂર્યકુમારે કહ્યું કે, અમારી ટીમ માટે આ માત્ર એક મેચ હતી. અમે દરેક વિરોધી સામે સમાન રીતે તૈયારી કરીએ છીએ. થોડા મહિના અગાઉ જ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમે પોતાનો સૂર સેટ કર્યો. હું હંમેશાં સ્પિનરોનો મોટો પ્રશંસક રહ્યો છું, કારણ કે તેઓ મિડલ ઓર્ડરમાં મેચને નિયંત્રણમાં રાખે છે. અમે પહેલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. જ્યારે પણ અમને તક મળશે, ત્યારે અમે તેમને મેદાન પર હસવાની વધુ તકો આપીશું.
https://twitter.com/amitmalviya/status/1967293346805862413
આટલું જ નહીં, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચના ટોસ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે પરંપરાગત હેન્ડ સેક કરવાનું ટાળ્યું. રવિ શાસ્ત્રીએ ટોસ આપ્યો ત્યારે બંને કેપ્ટન એકબીજાની બાજુમાં ઉભા હતા, પરંતુ સૂર્યાએ સલમાન આગા સાથે હેન્ડ સેક ન કરવાનો નિર્ણય લીધો. ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સૂર્યકુમાર યાદવે ટોસના થોડા કલાકો અગાઉ ટીમ મેનેજમેન્ટને જાણ કરી હતી કે તે પાકિસ્તાની કેપ્ટન સાથે હેન્ડ સેક નહીં કરે. તેમણે પોતાના સાથી ખેલાડીઓને પણ એમ કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હેન્ડ સેક કરવા માગે છે કે નહીં તે તેમના પર નિર્ભર છે. તમને જણાવી દઈએ કે ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી હતી. પાકિસ્તાનને માત્ર 127 રન સુધી મર્યાદિત રાખ્યા બાદ ભારતે 25 બોલ અગાઉ ટારગેટ હાંસલ કરી લીધો હતો.
ટોસ દરમિયાન હેન્ડ સેક કરવાની પરંપરાનું પાલન કરવામાં આવ્યું નહોતું. જોકે, મેચના એક દિવસ અગાઉ ભારતના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોએશેટે સ્વીકાર્યું હતું કે મેચના બહિષ્કારની વધતી માગણીઓ વચ્ચે અમે જનતાની લાગણીઓથી વાકેફ છીએ. આ હાઇ-પ્રોફાઇલ મેચની તૈયારીઓ તણાવપૂર્ણ હતી, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે વધેલા તણાવ વચ્ચે આ મેચ રમાઈ રહી હતી. એશિયા કપ અગાઉ આ મેચનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની વારંવાર માગણીઓ કરવામાં આવી રહી હતી.

